ભરૂચ તાલુકામાં અાવેલાં નવા તવરા ગામે રહેતાં અેક પટેલ પરિવારને ત્યાં પુત્રીનો જન્મ થતાં બે માસીબા બાળકીને રમાડવા માટે અાવ્યાં હતાં. તેમણે ઘરમાં મેલી છાયાં હોવાનું જણાવી પરિવારને વિધી કરાવવાના બહાને અેક રૂમાલમાં સોનાની જણસો તેમજ રોકડ રૂપિયા મુકાવી નજર ચુકવી 76 હજારની મત્તાની ઠગાઇ કરી ફરાર થઇ ગયાં હતાં. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકાના નવા તવરા ગામે રહેતાં ધર્મેશ બાલુભાઇ પટેલને ત્યાં પુત્રીનો જન્મ થયો હતો. તેને રમાડવા માટે બે માસીબા અાવ્યાં હતાં. તેમણે બાળકીને રમાડતાં પરિવારે તેમને ખુશીથી રૂપિયા 2500 ખુશીથી અાપ્યાં હતાં. ઉપરાંત અેક સાડી પણ અાપી હતી. દરમિયાન તેમના ત્યાં અાવેલાં માસીબાઅે તમારા ઘરમાં મેલી છાયા છે તેમ જણાવ્યું હતું. તેમજ બહુચરાજી માતાનો ફોડો જોઇ તમારા ઘરમાં માતાજીનો વાસ છે તેમ કહી તેમને વિશ્વાસમાં લઇ વિધી કરવાનું જણાવ્યું હતું. જેના ભાગરૂપે તેમણે ઘરના તમામ સભ્યોને વિધીમાં બેસાડી વિધીમાં મુકવા માટે 21151 રૂપિયા મુકવા જણાવ્યું હતું. …અનુસંધાન પાના નં.2
જોકે તેટલાં રૂપિયા નહીં હોઇ તેમણે કુલ 4500 રૂપિયા મુક્યાં હતાં. જોકે વિધી કરવા માટે તેમણે અેક રૂમાલમાં 5 સોનાના દાગીના મુકવાનું જણાવતાં તેઅોઅે કુલ 72 હજારની મત્તાના દાગીના રૂમાલમાં મુક્યાં હતાં. દરમિયાન તેમણે તે રૂમાલની પોટલી દરવાજા વચ્ચે મુકી દરવાજો બંધ કરી પાંચ મિનીટ પછી ખોલવા જણાવ્યું હતું. તેઅોઅે પાંચ મિનીટ બાદ દરવાજો ખોલતાં બન્ને માસીબા દાગીના ભરેલી રૂમાલની પોટલી તેમજ રોકડા રૂપિયા મળી કુલ 76 હજાર ઉપરાંતનો મુદ્દામાલ લઇને ત્યાંથી રફુચક્કર થઇ ગયાં હતાં. બનાવ સંદર્ભે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે અાગળની કાર્યવાહી હાથ ધરી છે..સૌજન્ય