Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં “સ્વતંત્રતા દિવસ”ની ઉજવણીના ભાગરૂપે નગરપાલિકાના વિપક્ષનાં સભ્યો દ્વારા શાળાના બાળકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું

Share

દેશનો આઝાદી પર્વ 77 સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા વિપક્ષના નેતા દ્વારા વોર્ડ નંબર બે માં આવેલ શાળામાં બાળકોને રાષ્ટ્રધ્વજ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર રાષ્ટ્રમાં આઝાદી પર્વનાં 77 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાઇ રહ્યો છે જેના ભાગરૂપે ભરૂચમાં આવેલ મુંડા ફળિયામાં મિશ્ર શાળા અને મદ્રેસામાં બાળકોને નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા સહિતના ઉપસ્થિત રહી શાળાના બાળકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ બાળકો પોતાને ઘેર રાષ્ટ્રધ્વજ લહેરાવવા આહવાન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાઇ રહ્યો છે તે નિમિત્તે ભરૂચમાં વિપક્ષે પણ દેશભક્તિ રાષ્ટ્ર પ્રેમની ભાવના જગાવતો કાર્યક્રમ કરી સમાજમાં રાષ્ટ્રપ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમા ટ્રાફિકના નિયમોની ધજીયા ઉડાવતા સ્કૂલોની ગાડીના ડ્રાઈવર….

ProudOfGujarat

જિજ્ઞેશ કવિરાજની ઉત્તર ગુજરાતની આ બેઠક પરથી ચૂંટણી લડવા માટેની ઈચ્છા.

ProudOfGujarat

કરજણ બેઠક માટે અપક્ષ ઉમેદવારે નોંધાવી દાવેદારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!