જેએસજી ઇન્ટરનેશનલ ફેડરેશન ગુજરાત રીજીયનના ઉપક્રમે ફેડરેશનના સેવાકીય સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે જૈન સોશિયલ ગૃપ ભરૂચના પ્રમુખ કેતકી મહેતા અને અને સંગીની પ્રમુખ નેહા શાહના નેતૃત્વમાં તા.૧૩ ના રોજ ભરુચના વડીલોના ઘર ખાતે સેવાકીય કાર્યક્રમોનું આયોજન આમંત્રિત મહાનુભાવો, જેએસજી- સંગીની સભ્યો, ઘરડાઘરમાં વસતા વડીલો, મહેમાનો અને જેએસજી સભ્યોની બહોળી ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. તેમાં અતિથિ વિશેષ તરીકે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા ઇન્ટરનેશનલ ફેડરેશનના મહાસચિવ ચિરાગ ચોકસી, ઇન્ટરનેશનલ ડાયરેક્ટર કિરણ બેન જૈન, સાથે ચેરમેન ગુજરાત રિજીયન ભરતભાઈ શાહ સાથે રિજીયન વાઇસ ચેરમેન દીપક સુરાના, ઝોન કોઓર્ડિનેટર પંકજ મહેતા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વડીલોની જરૂરિયાતને સમજી સ્ટીલની તિજોરીઓ તથા ઉપયોગી પ્લાસ્ટિક કન્ટેનરમાં વડીલો ખાઇ શકે તેવો નાસ્તો તથા માવા ચીક્કીનું વિતરણ દરેક વડીલને જેએસજી ભરૂચ તથા સંગીની ભરૂચ ગ્રુપ તરફથી કરવામાં આવ્યું. સાથે સાથે બેટી બચાઓ બેટી પઢાઓના વિવિધ સ્લોગન સાથેની રેલીનું આયોજન કસક સર્કલ તથા શીતલ સર્કલ વિસ્તારમાં કરવામાં આવ્યું હતુ. ઉપરાંત જેએસજી ઇન્ટરનેશનલ ફેડરેશનનું ફ્લેગ હોસ્ટિંગ, જેએસજી થીમ સોંગના સથવારે કરવામાં આવ્યું હતુ. આ વિવિધ કાર્યક્રમોને સફળતા અપાવવા ઇવેન્ટ ચેરમેન સ્નેહલતા શાહે જહેમત ઉઠાવી હતી.
ભરૂચ જૈન સોશિયલ ગૃપ દ્વારા ધરડા ઘર ખાતે સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરાયું
Advertisement