આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા અભિયાન તેમજ મેરી મિટ્ટી મેરા દેશ અભિયાનના અંતર્ગત આજરોજ તારીખ 14 ઓગસ્ટ 2023 ના રોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ જીલ્લો ભરૂચના વિદ્યાર્થીઓએ તેમજ અધ્યાપકોએ આચાર્ય ડૉ. જી આર પરમારના નેતૃત્વ હેઠળ એક રેલીનું આયોજન કરેલ હતું.
નેત્રંગ મામલતદાર અનિલભાઈ વસાવા તેમજ પોલીસ સ્ટાફ આ રેલીમાં મોખરે રહ્યો હતો. દેશભક્તિના રંગે રંગાયેલી આ રેલીમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો ઉપર નાચ ગાન કરી સમગ્ર વાતાવરણને દેશપ્રેમી બનાવી દીધું હતું. IQAC કો-ઓર્ડીનેટર ડૉ. જશવંત રાઠોડના સંનિષ્ઠ પ્રયાસોથી અને NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ.સંજય વસાવા અને ડૉ. જયશ્રી દેસાઈના સરસ આયોજન હેઠળ આ રેલી કોલેજ કેમ્પસથી નેત્રંગ ચાર રસ્તા તેમજ મામલતદાર કચેરી અને પરત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે પાછી ફરી હતી. વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો જાણે અજબનો જુવાળ જોવા મળ્યો હતો. ભારત માતાકી જય, વંદે માતરમ અને મેરી મિટ્ટી મેરા દેશ જેવા સૂત્રોચ્ચાર કરી અમર શહીદોને નમન કરી આ રેલી નેત્રંગ તાલુકામાં દેશભક્તિનો સંદેશ પહોંચાડવામાં સફળ રહી હતી. રેલીના અંતે વિદ્યાર્થીઓ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે નવું ભારત એ થીમ અંતર્ગત કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કોલેજના સ્પોર્ટ્સ વિભાગના સહ સંયોજક પ્રો. વિક્રમ ભરવાડ એ શિસ્ત અને સહભાગીદારી જળવાય તેની કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી હતી. પ્રો. નરેશ વસાવા એ આ સમગ્ર રેલી દરમિયાન ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની જવાબદારી વહન કરી હતી. અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નેત્રંગ તાલુકા પંથકમાં દરેક નાગરિકો આઝાદીના ઉત્સવને રંગે ચંગે ઉજવે એવો સંદેશ આ રેલી દ્વારા ફેલાવવામાં આવ્યો હતો.
નેત્રંગની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વિધાર્થીઓએ હર ઘર તિરંગા અને મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત રેલી યોજી
Advertisement