ભરૂચ જિલ્લામાં ગુનાખોરીને ડામવા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકના કર્મીઓ સતત અલગ અલગ સ્થાને ચુસ્ત પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ હાથ ધરવાની કામગીરી કરી રહ્યા છે, તેવામાં નેત્રંગ પોલીસને વધુ એક સફળતા પ્રાપ્ત થઈ હતી.
નેત્રંગ પોલીસ મથકના કર્મીઓ થવા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ કરી રહ્યા હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે નેત્રંગ રોડથી થવા તરફ આવતા એક આઈસર ટેમ્પો અને બે ટ્રકને રોકી તેમાં તલાસી લેતા તેમાંથી મહારાષ્ટ્રના ધુલીયા તરફ કતલના ઇરાદે લઈ જવાતા પશુઓ ખીચોખીચ ભરેલા મળી આવ્યા હતા.
જે બાદ પોલીસે ટ્રક નંબર GJ 01 JT 4893, GJ 02 VV 5757 તેમજ આઈસર ટેમ્પો નંબર GJ 08 AU 7058 માં લઈ જવાતા 46 નંગ ભેંસો તથા પાડાનો કબ્જો લઈ મામલે (1) તૈયુબ અલ્લારખા મુલતાની રહે, ઝંખવાવ,સુરત (2) જીગ્નેશકુમાર પ્રવીણભાઈ વસાવા રહે,ઝંખવાવ સુરત (3) અઝરૂદ્દીન ગુલ મહંમદ શેખ રહે,સેલંબા, નર્મદા (4) મયુદ્દીન સઈદ ઘોડીવાલા રહે, ટંકારીયા ભરૂચ (5) સાજીદ મજીદ શેખ રહે,સેલંબા,નર્મદા તેમજ (6) સુહેલ ઇસ્માઇલ વોરા રહે, લુવારા ભરૂચ નાઓને ઝડપી પાડી અન્ય ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી કુલ 37,40,000 નો મુદ્દામાલ કબ્જે લઈ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.