Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારીના એઘલ ગામથી સાયકલ પ્રવાસે નીકળેલ નરેશ આહીર તવરા પાંચ દેવી મંદિરે પહોંચતા આહીર સમાજ દ્વારા સ્વાગત કરાયું

Share

નવસારી જિલ્લાના એઘલ ગામના નરેશભાઈ આહીર છેલ્લા દસ વર્ષથી સૌરાષ્ટ્ર સાયકલ પ્રવાસ કરે છે જેવો આજે 11 મો સાઇકલ પ્રવાસ લઈ જેવો સૌરાષ્ટ્રના વિવિધ મંદિરોના દર્શન કરી પ્રાર્થના કરી સમાજ માટે સમાજના વિદ્યાર્થીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે સમાજનાં લોકો વ્યસન મુક્ત રહે સમાજનો દરેક વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરે એ હેતુથી નરેશભાઈ આહિર છેલ્લા દસ વર્ષથી સાયકલ પ્રવાસ કરી સૌરાષ્ટ્ર નીકળતા હોય છે જેવો સૌરાષ્ટ્રના અનેક મંદિરોના દર્શન કરી માતાજીને ભગવાનને પ્રાર્થના કરતા હોય છે.

જેઓનો સાયકલ પ્રવાસ ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલ પાંચ દેવી મંદિરે આવી પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ આજે સાંજના પાંચ દેવી મંદિર માતાજીની આરતીમાં માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો. માતાજીની આરતી, ભજન, કીર્તન કરી તેઓએ તેઓના સાયકલ પ્રવાસ આગળ વધાર્યો હતો. જેઓ છેલ્લા દસ વર્ષથી સાયકલ પ્રવાસે નીકળે છે જેઓ સૌ પ્રથમ ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલ પાંચ દેવી મંદિરના દર્શન કર્યા બાદ તેઓનો સાયકલ પ્રવાસ આગળ વધારતા હોય છે. પાંચ દેવી મંદિરના દર્શન કરી ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્રના અનેક મંદિરો ચોટીલા, વીરપુર, સારંગપુર, ખોડલધામ, દ્વારકા, સોમનાથ સહિત વિવિધ સૌરાષ્ટ્રના મંદિરોએ સાયકલ પ્રવાસ કરી તેઓ પરત એઘલ પહોંચતા હોય છે. આ સાયકલ પ્રવાસ દ્વારા તેઓનો હેતુ એ જ હોય છે કે દરેક વ્યક્તિ ભગવાન અને માતાજી પર શ્રદ્ધા અને ભરોસો વિશ્વાસ રાખે તો તેઓનું દરેક કાર્ય સિદ્ધ થાય જ છે પૂર્ણ થાય છે બસ માતાજી અને ભગવાન પર આસ્થા અને વિશ્વાસ રાખવો જોઈએ દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય જ પ્રાપ્ત સફળતા મળે જ છે જેઓ ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ પાંચ દેવી મંદિર પહોંચતા આહીર સમાજ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને તેઓ રાત્રિ રોકાણ ઝાડેશ્વર ખાતે આવેલા રામ વાટીકા સોસાયટીમાં આહીર સમાજના પ્રમુખ ડાહ્યા ભાઈ આહીરના ત્યાં કર્યું હતું.

Advertisement

Share

Related posts

ગોધરા શહેરમાં દારૂ જુગારની બદી ખુલ્લેઆમ ધમધમી રહી છે પોલીસ પગલાં કયારે લેશે ?

ProudOfGujarat

સુરત : ગાંધી જયંતીની ઉજવણી વાંકલ, ઝંખવાવ, ઉમરપાડા ખાતે કરવામાં આવી..

ProudOfGujarat

રાજ્યસભાનાં સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિનાં કોષાધ્યક્ષ અહમદભાઈ પટેલે મુસ્લિમ બિરાદરોને ઇદની શુભેચ્છા પાઠવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!