ભરૂચ જિલ્લામાં ચોરીના ગુનાઓ અટકાવવા બાબતે રેન્જ આઇજી તેમજ જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ પોલીસ મથકોના કર્મીઓ સતત ચોરી જેવી ઘટનાઓને અંજામ આપતા તત્વોને ઝડપી પાડી તેઓને કાયદાના પાઠ ભણાવી જેલના સળીયા ગણતા કરી રહ્યા છે, તેવામાં બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં શહેર એ ડિવિઝન પોલીસને વધુ એક સફળતા મળી હતી.
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે સોન તલાવડી વિસ્તારમાં વોચ ગોઠવી ઉભા હતા, જે બાદ એક્સેસ મોપેડ મો.સા નંબર GJ 16 BF 1191 ને રોકી તેઓની પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા, અને આ મો.સા ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી તેમજ અન્ય એક હોન્ડા મેસ્ટ્રો મોપેડ નંબર GJ 16 BR 8710 ની પણ ચોરી કરી હોવાની કબૂલાત બંને ઈસમોએ કરી હતી.
શહેર એ ડિવિઝન પોલીસે મામલે (1) જીગ્નેશ ઉર્ફે જીગો વિનોદભાઈ વસાવા રહે, સોનતલાવડી ભરૂચ તેમજ (2) ઋત્વિક શૈલેષભાઇ પટેલ રહે, સોન તલાવડી ભરૂચ નાઓને ઝડપી પાડી તેઓની પાસેથી કુલ 40 હજારનો મુદ્દામાલનો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.