જન શિક્ષણ સંસ્થાન ભરૂચ અને સહયોગી સંસ્થા રોટરી કલબ ઓફ વાગરાનાં સંયુકત ઊપક્રમે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી, મારો દેશ” કાર્યક્રમ જેએસએસ ભરૂચ હેડ્કવાર્ટસ ખાતે યોજવામાં આવ્યો. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનાં નેતૃત્વમાં તેમનાં અથાગ પ્રયત્નો થકી જનચેતના જગાવવાના આ અભિયાનને સાર્થક કરવા અને દેશ માટે બલિદાન આપતા વીરોને સમર્પિત આ કાર્યક્રમનું આયોજન પુરા દેશભરમાં કરવામાં આવેલ છે તે અંતર્ગત આજે અત્રેની સંસ્થાનમાં ‘’મારી માટી મારો દેશ’’ સમર્પિત કાર્યક્રમ, પંચપ્રણ પતિજ્ઞા અને સેલ્ફી અપલોડ કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો.
જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં નિયામક ઝયનુલ આબેદીન સૈયદે સ્વાતંત્ર્ય વીરોના લહુથી સિંચાયેલ ભારત દેશની ધરતી તેમાં વસતા ભારતીયોનો ગરીમામય વારસો અને પ્રતિષ્ઠા જળવાઈ રહે દેશ પ્રગતિના પંથે આગળ વધી વિશ્વમાં નામાંકિત રાષ્ટ્રમાં ગણનાપાત્ર સ્થાન પ્રાપ્ત કરે તેવી જન ચેતના જગાવવા આપણાં સૌનુ કર્તવ્ય છે તેમ જણાવી સૌના હાથમાં માટીનાં દિવા લઈ પ્રતિજ્ઞા લેવડાવી માટી નમન સાથે વીરોને વંદના અર્પી સેલ્ફી અપલોડ સાથે પ્રચાર પ્રસાર કરાયો. શિલ્પકલમનું ઉપસ્થીત મહાનુભાવોનાં હસ્તે અનાવરણ કરાયું હતું. સૌ હાજરજનોને આવા દેશદાઝનાં કાર્યક્રમોમાં પોતાનુ મહત્તમ યોગદાનની હાકલ કરી. વરીષ્ઠ કેળવણીકાર અને કવિ કે.કે.રોહિત સાહેબે વિરોને વંદન અંગે પોતાના કિનોટ એડ્રેસમાં જણાવ્યું કે આ એવી સંસ્થા છે જે માનવતા સદભાવ અને ભાઈચારો સાથે રાખી ચાલે છે. એજ ભાવ માનનીય મોદી સાહેબનો પણ છે. વિવિધ જગ્યાની માટી ભેગી કરીએ તો શું થાય? માટીમાંથી સંસ્કૃતિ જાગૃત થાય છે. એક સુત્રતા જાળવવાની આ ઉત્તમ વાત છે.
અતિથિ વિશેષ પદેથી બોલતા ભાજપનાં મહીલા અગ્રણી ઈન્દીરાબેન રાજ દ્વારા બહેનોને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું અને સંસ્થા દ્વારા થઈ રહેલ કામગીરીની ભારોભાર પ્રસંશા કરી હતી. અંતમાં તાલીમાર્થીઓ દ્વારા તિરંગા યાત્રા કાઢી હતી જેને મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી હતી. આ કાર્યક્રમમાં જે.એસ.એસ ભરૂચના સ્ટાફગણ, તાલીમાર્થી ભાઈ બહેનો, રિસોર્સ પર્સન, રોટરી કલબ વાગરાના મહાનુભવોએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતે રાષ્ટ્રગીત સૌએ સમૂહમાં ગાઈને કાર્યક્રમની સમાપ્તિ કરી હતી. નિયામક એ જ્યાં-જ્યાં સબસેન્ટર ચાલુ છે ત્યાં યોજવામાં આવેલ કાર્યક્રમો માટે સૌનો અભિનંદન પાઠવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભરૂચમાં જન શિક્ષણ સંસ્થાન ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી મારો દેશ” સમર્પિત કાર્યક્રમ યોજાયો
Advertisement