ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત ડાયટ ભરુચ ઇન્ચાર્જ પ્રાચાર્યા આર.આર.સેંજલિયા અને લેક્ચરર ડો.જતિન મોદીના માર્ગદર્શન હેઠળ જિલ્લાની ધોરણ ૧ થી ૫ માં આનંદદાયી અને પ્રવૃતિમય બાળમેળો જેમાં બાળવાર્તા આધારિત નાટક, માટીકામ, છાપકામ, કાતર કામ,ચીટકકામ, ગીત-સંગીત, પપેટ શો, વેસ્ટમાંથી બેસ્ટ, વિજ્ઞાનના સાદા પ્રયોગો, વેશભૂષા જેવી પ્રવૃતિઓ યોજવામાં આવી.
જેમાં ૩૫૯ શાળાઓનાં વિધાર્થીઓ સહભાગી જોવા મળ્યા હતા. જ્યારે ૧ થી ૮ માં જીવન કૌશલ્ય આધારિત મેળાના ૮ વિભાગમાં જુદી-જુદી પ્રવૃતિઓ યોજવામાં આવી હતી. જેમાં ૫૫૪ શાળાઓનાં વિધાર્થીઓ સહભાગી જોવા મળ્યા હતા. જ્યારે ફક્ત ધોરણ ૬ થી ૮ ની ૨૮ શાળાઓનાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો. બાળમેળા – લાઈફ સ્કીલ આધારિત મેળા ઉપરાંત ટોક-શો તથા નાવીન્યપૂર્ણ પ્રવૃતિઓ ભરૂચ જિલ્લાની ઘણીબધી શાળાઓમાં યોજવામાં આવી હતી. સમગ્ર બાળમેળા – લાઈફ સ્કીલ આધારિત મેળાને અસરકારક બનાવવામાં શાળાના આચાર્ય, શિક્ષકો, વિધાર્થીઓ, એસ.એમ.સી સભ્યો, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ભરૂચ – અંકલેશ્વર શાસનાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ ડાયટ ભરૂચના સમગ્ર સ્ટાફનો અમૂલ્ય સહકાર મળ્યો હતો.