Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર કન્યાશાળાની ધો. 2 માં અભ્યાસ કરતી છાત્રાએ નિપુણ ભારત સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો

Share

સરકાર તરફથી સમયાંતરે બાળકોના સર્વાંગી અભિવ્યક્તિ વિકાસ માટે સ્પર્ધા આયોજિત કરાઈ હતી. જે અંતર્ગત નબીપુર ગ્રુપશાળા ખાતે નિપુણ ભારત સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં 7 શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં નબીપુર કન્યાશાળાની ધોરણ – 2 ની વિદ્યાર્થીની મોલા તસનીમ ઈકરામેં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.

ત્યારબાદ 8 મી ઓગષ્ટ 2023 ના રોજ ભરૂચ તાલુકા કક્ષાની સ્પર્ધા ઝાડેશ્વર શાળા ખાતે આયોજિત કરાઈ હતી. જેમાં પણ નબીપુરની કન્યાશાળાએ મેદાન માર્યું હતું. નબીપુરની વિદ્યાર્થીની મોલા તસનીમ ઈકરામ તાલુકા કક્ષાએ પણ ઝળહળી ઉઠી હતી અને પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યું હતું. આવનાર સમયમાં આ સ્પર્ધા જિલ્લા કક્ષાએ યોજાવા જઈ રહી છે તેમાં આ બાળા ભાગ લેશે. વિદ્યાર્થીનીએ બંને સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવતા નબીપુર કન્યાશાળા અને નબીપુર ગામનું ગૌરવ વધાર્યું છે અને ગામમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

Advertisement

Share

Related posts

માંગરોળ-ઉંમરપાડા તાલુકામાં કોરોના વાયરસ દર્દીઓની ગામનાં મંત્રી ગણપત વસાવાએ આરોગ્ય અધિકારીની ટીમ સાથે મુલાકાત લીધી.

ProudOfGujarat

વાલિયા તાલુકાના ગુંદિયા ગામે સફાઇ કરવાના મુદ્દે ગાળો દઇને લાકડીથી હુમલો.

ProudOfGujarat

અંકલેશ્વર રૂરલ પોલીસે આલુજ ગામ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!