Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના મહંમદપુરા સર્કલ પાસે મોબાઇલમાં જુગાર રમતા ૩ ઇસમો ઝડપાયા

Share

ભરૂચ એલ.સી.બી.પી.આઇ. ઉત્સવ બારોટ દ્વારા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચનાઓ અન્વયે લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી પ્રોહી/ જુગારના કેસો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. દરમ્યાન એલ.સી.બી ની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે બાતમી મળેલ કે મહંમદપુરા સર્કલ પાસે ૩ ઇસમો તેની કાળા કલરની પલ્સર બાઇક ઉપર બેસી વરલી મટકાનો આંકડાનો જુગાર અન્ય ગ્રાહકોની પાસે રૂબરૂમાં તેમજ ફોન દ્વારા મેળવી જુગાર રમાડે છે.

જે આધારે ભરૂચ એલ.સી.બી ની ટીમ દ્વારા જુગારની સફળ રેડ કરી મોબાઇલથી જુગાર રમતા ૩ આરોપી ઇન્તેખા આલમ નાગોરી રહે.મકન નં.૧૨૪૮ નાગોરી વાડ તા.જી.ભરૂચ., અવિનાશભાઇ રણછોડભાઇ વસાવા રહે.લીમડી ચોક વાઘરી વાડ તા.જી.ભરૂચ., વિશાલ દીનેશભાઇ વસાવા રહે, લીમડીચોક વાધરી વાડ તા.જી.ભરૂચને ઝડપી પાડ્યા હતાં. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપાયેલ આરોપીઓની અંગ ઝડતીના રોકડા રૂપીયા રૂ.૧૨,૦૪૦/-, મોબાઇલ ફોન નંગ.૧ કિ.રૂ. ૫,૦૦૦/- તથા પલ્સર બાઇક કિં.રૂ. ૪૦,૦૦૦/- મળી કુલ કિમત રૂ..૫૭,૦૪૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી તથા આ ગુનામાં અન્ય ૪ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ઓમાનના સલાલા બંદરે દ્વારકાના સલાયાના 4 યુવાનના ગેસ ગૂંગળામણથી મોત

ProudOfGujarat

દેશના ૪૨ જેટલા તાલીમી IAS અધિકારીઓ નર્મદા જિલ્લાના ૭ ગામોમાં કરશે રોકાણ

ProudOfGujarat

કરાર આધારિત કર્મચારીઓ દ્વારા યોગ્ય પગાર નીતી બનાવવા ઝઘડિયા મામલતદારને આવેદન અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!