ભરૂચ તાલુકાના વેપારી મથક પાલેજ નગરના મુખ્ય બજારમાં લારી ગલ્લા ધારકોએ સ્વૈચ્છિક રીતે પોતાના લારી ગલ્લા ખસેડી લીધા હતા. બે દિવસ અગાઉ પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર શિલ્પાબેન દેસાઈએ મુખ્ય બજારમાં આવેલા લારી ગલ્લા ધારકોને પોતાના લારી ગલ્લા હટાવી લેવા સુચના આપી હતી. મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યાને કારણે લારી ગલ્લા દુર કરવાની નોબત આવી હતી.
પોલીસ ઇન્સ્પેકટર શિલ્પાબેન દેસાઈ દ્વારા અપાયેલી સૂચનાને પગલે નગરના મુખ્ય બજારમાં આવેલા લારી ગલ્લા ધારકોએ મંગળવાર મોડી સાંજથી જ પોતાના લારી ગલ્લા ખસેડી લઈ સૂચનાનું પાલન કર્યું હતું. બુધવારના રોજ બજારમાંથી સંપુર્ણ લારી ગલ્લા દૂર થયેલા નજરે પડ્યા હતા. હાલ તો ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા લારી ગલ્લા ધારકોને નગરની મધ્યમાં આવેલા તળાવ પાસે જગ્યા ફાળવી આપી છે. લારી ગલ્લા દુર થતા બજારની ટ્રાફિક સમસ્યા હળવી થશે. પોલીસ મથક પાસે આવેલા લારી ગલ્લા તેમજ કેબિન ધારકોએ પણ પોતાના કરી ગલ્લા તેમજ કેબિનો સ્વૈચ્છિક રીતે ખસેડી લીધા હતા.
પાલેજ મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા લારી ગલ્લા ધારકોએ સ્વૈચ્છિક રીતે લારી ગલ્લા ખસેડયા
Advertisement