આજરોજ તા.૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે સંત શિરોમણી રૈદાસ એન્ડ યુગાવતાર ડૉ આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ સંચાલિત સચ્ચિદાનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી અંગે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ જનજાતિ વિકાસ પરિષદના જીલ્લા પ્રમુખ અને ટ્રસ્ટના પ્રમુખ પ્રભુદાસ મકવાણા સાહેબના પ્રયત્નો થકી આયોજીત પટેલ વેલફેર હોસ્પિટલના સહયોગથી મફત આરોગ્ય તપાસણી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં પટેલ વેલફેર હોસ્પિટલના જનરલ સેક્રેટરી જુબેરભાઈ પટેલ તથા મેડિકલ ઓફિસર ડો મોહસીનભાઈ, ડો.અનસભાઈ તથા ડો.સબનમબહેન તેમજ નર્સિંગ સ્ટાફ સાથે સચ્ચિદાનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓને તપાસી વિનામૂલ્યે દવાઓ આપી જેમાં ઉપસ્થિત શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાંતિભાઈ ગોહિલ તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ, મહામંત્રી દલસુખભાઈ મકવાણા, સહમંત્રી ભાઈલાલભાઈ મકવાણા, રોહિત સમાજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ નટુભાઈ પરમાર, રોહિત સમાજ ભરૂચ શહેર પ્રમુખ શાંતિલાલ રોહિત તથા આચાર્ય સહિત શિક્ષક સ્ટાફ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ભરૂચની સચ્ચિદાનંદ વિદ્યાલય ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો.
Advertisement