ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા વોલમાર્ટને ભારતમાં વેપાર કરવાની મંજૂરી આપવાના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ શહેર તથા જિલ્લાના મળી હજારો વેપારીઓ જોડાયા હતા. આ બંધમાં કેમીસ્ટો પણ જોડાયા હતા..
Advertisement
ઓનલાઈન દવાના વેચાણ મુદ્દે વેપારીઓ અને કેમિસ્ટોએ દુકાનબંધ રાખી શહેર ના પાંચબત્તી વિસ્તારમાં ભેગા થઇ કાળી પટ્ટી ધારણ કરી બંધ ના વિરોધ દર્શાવતા પેમ્પ્લેટ હાથ માં લઇ ઓનલાઈન વિક્રેતા કંપનીઓ સામે સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
જ્યારે ભરૂચ વેપારી એસોસિએશન દ્વારા પણ શહેર ના પાંચબત્તી ખાતે ભેગા થઇ વોલમાર્ટ ને ભારત માં વેપાર કરવા માટે આવતા માં આવેલ મંજૂરી સામે વિરોધ દર્શાવી વોલમાર્ટ ના કારણે અસંખ્ય વેપારીઓ ના અસ્તિત્વ અને આગામી સમય માં વેપાર કરવામાં મુશ્કેલીઓ પડશે તેમ જણાવી વોલમાર્ટ ના વેપાર કરવાની મંજૂરીનો વિરોધ નોંધવ્યો હતો….