Proud of Gujarat
FeaturedGujaratINDIA

હલદર ખાતે સેવા સહકારી મંડળીના હૉલમાં ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા વિચાર ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો

Share

ભરૂચ તાલુકાના હલદર સ્થિત સેવા સહકારી મંડળીના હૉલમાં ભરૂચ જિલ્લાના ખેડૂત સમાજ દ્વારા વિચાર ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે ભરૂચ જિલ્લા સમાજ પ્રમુખ મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોએ હવે જંગ લડવાનો છે. ખેડૂતલક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે પ્રચંડ શક્તિ લાવવી પડશે. આપણે અંતિમ લક્ષ સુધી પહોંચવાનું છે. એમ તેઓએ જણાવ્યું હતું. ભારત દેશ 80 ટકા ખેતી પર નિર્ભર કરે છે. ખેતીનું પતન થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતુ. જમીન એ આપણી માતા છે. સરકારની નીતિ ખેડૂતોની તરફેણમાં ન હોવાના તેઓએ આક્ષેપ કર્યા હતા. ખેડૂતોમાં એકસૂત્રતાનો અભાવ હોવાનું પણ જણાવ્યું હતું. સિંચાઇ માટે પાણીની યોગ્ય ઉપલબ્ધતા ન હોવાના આક્ષેપ કર્યા હતા. મોંઘી વીજળી મળતી હોવાના આક્ષેપ કર્યા હતા.

ખેડૂતો દેવું કરીને નાણાં લેતા હોવાનું જણાવ્યું હતુ. ખેડૂતલક્ષી સરકાર બનાવવા હાંકલ કરી હતી. ખેડૂતો સવેળા નહિ જાગે તો ખૂબ મોટું નુકશાન થશે એમ જણાવ્યું હતુ. ખેડૂતોને સંગઠિત થવા હાંકલ કરી હતી. ત્રણ મુદ્દા પર ખેડૂતોને પ્રતિજ્ઞા લેવડાવી હતી. જિલ્લામાં ખેડૂતોનું માળખું મજબૂત બનાવવા હાંકલ કરી હતી.

ત્યારબાદ ખેડૂત સમાજના રણજીત સિંહ ડાભીએ જણાવ્યું હતું કે પ્રશ્નો પૂછવાની હિંમત કેળવીએ, યુવા પ્રમુખ મહેશભાઈ પટેલને સાથ સહકાર આપવા આહવાન કર્યું હતું. અન્યાયને સમર્થન કદી ન કરો, સંગઠનને તોડવા માટે પ્રયાસો થયા હોવાના આક્ષેપ કર્યા હતા. આયોજિત કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ મહેશ પટેલ, પુર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ કરમરિયા, ભરૂચ જિલ્લા સમાજના મહામંત્રી કૌશિકભાઈ બી પટેલ સહિત ખેડૂત અગ્રણીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વાંકલ ખાતે કાર્યરત સીસીટીવી કેમેરાનો કેબલ કપાતા છેલ્લા ત્રણ દિવસથી છ કેમેરા બંધ હાલતમાં

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના વાલિયા.નેત્રંગ.તેમજ ઝઘડિયા તાલુકા ના કેટલાય ગામો માં આજ રોજ સાંજ ના સમયે ધરતીકંપ ના આંચકા અનુભવાતા લોકો માં ઘરભરાત ફેલાયો હતો

ProudOfGujarat

પી.એમના કાર્યક્રમના બીજા દિવસે સુરત અને વડોદરા મ્યુનિસિપલ કમિશનરની કરાઇ બદલી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!