Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ નગરપાલિકામાં ત્રણ વોર્ડના સભ્યોની ચૂંટણીનું પરિણામ : ભારતીય જનતા પાર્ટીના રાજીનામુ મુકેલ પાંચ સભ્યોમાંથી એક સીટ અપક્ષે આંચકી

Share

ભરૂચ આમોદ નગરપાલિકામા ભારતીય જનતા પાર્ટીના ત્રણ વોર્ડના પાંચ સભ્યો દ્વારા રાજીનામુ આપતાં તેઓની ખાલી પડતી બેઠક માટે તા.6/8/2023 ના રોજ મતદાન યોજાયેલ હતું. જે થયેલ મતદાનની આજરોજ આમોદ તાલુકા પંચાયત હોલ ખાતે મત ગણતરી હોવાથી વહેલી સવારથી શહેરીજનો એકત્ર થઇ ગયેલ હતા. આમોદ પોલીસ દ્વારા પણ તાલુકા પંચાયત ઓફિસ ખાતે લોખંડી બંદોબસ્ત ખડકી દેવાયો હતો.

ઈ. વી. એમ. મશીન દ્વારા કરાયેલ મતદારોનો મિજાજ જોતા વોર્ડ નં.3 મા ભા. જ. પ. ના ઉમેદવાર રસ્મિકાબેન અને વિનોદભાઈ જંગી મતોથી ચૂંટાયેલ હતા. જયારે વોર્ડ નં.4 મા ભા. જ. પ. ના ધારાબેન તેમજ જસુભાઈ ચૂંટાયા હતા અને વોર્ડ નં.6 મા અપક્ષના ઉમેદવાર કમલેશભાઈ સોલંકી વિજેતા જાહેર થયાં હતા. આમ ભારતીય જનતા પાર્ટીના રાજીનામુ મુકેલ પાંચ સભ્યોમાંથી એક સીટ અપક્ષે આંચકી લીધેલ છે.

જેથી નગરપાલિકાના કુલ છ વોર્ડના ચોવીસ સભ્યમાંથી ભા. જ. પ. ના (13) તેર સભ્ય જયારે અપક્ષના (11) અગિયાર સભ્ય થયેલ છે, વિજેતા ઉમેદવારોને તેમના સમર્થકો એ ફુલહાર કરી ઉંચકી લીધેલ હતા અને વિજયની ખુશી માનવી હતી. આમોદ શહેરમા વિજયી સરધસ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને જે માટે આમોદ પોલીસ દ્વારા વિજય સરધસ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલ હતો.

Advertisement

Share

Related posts

વલસાડ : જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મોગરાવાડી ગરનાળુ ચાલુ રહેશે : કલેકટર આર આર રાવલ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે સાપ કરડતા યુવતીનું મોત.

ProudOfGujarat

આધુનિક સમયમાં નિ:સહાય વૃદ્ધોનો સહારો બનતી વડોદરાની શ્રવણ સેવા સંસ્થા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!