સામાન્ય રીતે આજકાલ દેશમાં બ્રેન પેરાલીસીસ, પેરાલીસીસ સહિત લકવો જેવી બીમારીઓ ઝડપથી વધી રહી છે. આ બીમારીના કારણે માનવીના શરીરમાં અનેક સમસ્યાઓ સર્જાય છે જેની સારવાર માટે આજે પણ કેટલાય લોકો અચકાતા હોય છે તો કેટલાક હળવાશમાં લઈ તે ગંભીર સમસ્યાનું સર્જન કરે ત્યારે જાગૃત થતા હોય છે, આ બધા વચ્ચે ફિજીયોથેરાપીની સારવાર માટે સંઘર્ષ કરી સફળતા સુધીની સફર ભરૂચના સામાન્ય પરિવારમાંથી આવતી ડૉ. સ્નેહા બાબરીયા એ ખેડી તેઓ આજ સુધી અનેક દર્દીઓને સાજા કર્યા છે.
સ્કૂલમાં અભ્યાસ દરમ્યાન હેન્ડીકેપ દર્દીને જોઈ ફિજીયોથેરાપી ડોક્ટર બનવાની પ્રેરણા લઈ આજે ડૉ. સ્નેહા બાબરીયા એ અનેક દર્દીઓ સુધી પહોંચી જઈ તેઓને સાજા કરવાનો સંકલ્પ લીધો છે, દિવસ દરમ્યાન પાંચ જેટલાં દર્દીઓને ફિજીયોથેરાપીની સેવા આપતા ડોક્ટર સ્નેહા ગરીબ અને સામાન્ય પરિવારના દર્દીઓને મફતમાં સાજા કરવાની પણ નેમ લીધી છે, તેઓએ માત્ર એક વર્ષના જ સમયમાં 30 થી વધુ દર્દીઓને ક્લિનિક ઉપર પ્રેક્ટિસ કરાવી તેઓની સારવાર કરી સાજા કર્યા છે.
ભરૂચ જિલ્લામાં ડૉ. સ્નેહા બાબરીયાની આ અનોખી સેવા આજે અનેક પરિવારોના સદસ્યો માટે આશીર્વાદ સમાન બની છે, જીવનમાં બીજાનો દર્દ દૂર કરવાની નેમ સાથે ડૉ. સ્નેહા બાબરીયા જણાવે છે કે તેઓનું સપનું છે તેઓએ આગામી સમયમાં એક સારું લકવાનું દવાખાનું કાર્યરત કરવું છે જેથી કરી તેઓ ભરૂચ સહિત રાજ્યના લોકોને આ પ્રકારની સમસ્યામાંથી વહેલી તકે સાજા કરી હરતા ફરતા કરી શકે અને એક ખુશ હાલ જીવન જીવવાની શરૂઆત કરાવી શકે તેવી છે.