Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગનાં શણકોઈ ગામના પાટિયા નજીક દારૂની હેરાફેરી કરતા બે ઇસમો ઝડપાયા

Share

નેત્રંગ પોલીસે નેત્રંગ- ડેડીયાપાડા રોડ પર આવેલ શણકોઈ ગામના પાટિયા પાસે વિદેશી દારૂની હેરાફેરી કરતા સ્કૂટર ચાલક સહિત એકને ઝડપી લઇ કુલ્લે રૂપિયા ૫૨,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો. વિદેશી દારૂનો જથ્થો આપનાર અને લેનાર બુટલેગરોને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

નેત્રંગ પોલીસે બાતમીના આધારે થવા તરફથી બે ઇસમો એક સ્કૂટર પર વિદેશી દારૂનો જથ્થો લઈને નેત્રંગ તરફ આવી રહ્યા હોવાની બાતમી મળતા શણકોઈ ગામના પાટિયા પાસે વોચ ગોઠવી નંબર પ્લેટ વગરનું એક સ્કૂટર ચાલક લઇ આવતા સ્કૂટર ચાલક તેમજ તેની સાથે પાછળ બેઠેલ ઇસમને અટકાવી તેઓની પાસેથી એક સ્કુલ બેગમાંથી તેમજ સ્કૂટરની ડીકી ખોલતા વિદેશી દારૂનો જથ્થો માલુમ પડ્યો હતો. તેની ગણતરી કરતા ૧૮૦ એમ.એલ ના કોટરીયા નંગ ૧૮૫ જેની કિંમત રૂપિયા ૧૮,૫૦૦ સ્કૂટર જેની કિંમત ૩૦,૦૦૦ મોબાઇલ નંગ બે જેની કિંમત રૂપિયા ૪૦૦૦ મળી કુલ રૂપિયા ૫૨,૫૦૦ નો મુદામાલ જપ્ત કરેલ ઝડપાયેલ ખેપિયાઓ (૧) નરેશ અમરસીંગ વસાવા (૨) દેવેન્દ્ર લક્ષ્મણભાઈ વસાવા બન્ને રહે. નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના બયડી ગામ નિશાળ ફળિયુ જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર તેમના જ ગામના વોન્ટેડ આશીષ સોનજી વસાવા તેમજ માલ લેનાર ઇસમને ઝડપી લેવાની કાર્યવાહી નેત્રંગ પોલીસે કરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-પાનોલી વચ્ચે આવેલ રેલ્વે લાઇન પર ટ્રેનની અડફેટે યુવાનનું મોત નીપજયું.

ProudOfGujarat

 કરજણ નદીના પુલ પાસે ખાડા માં બાઈક પડતા વાહન ચાલકનું મોત 

ProudOfGujarat

પંચમહાલ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન ફ્રોડ કરતા ઇસમને ઝડપી લેવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!