Proud of Gujarat
FeaturedGujaratINDIA

લોકસભા ચૂંટણી 2024 – I.N.D.I.A ગઠબંધનના પ્રથમ મુરતિયા ચૂંટણી લડવા તૈયારીમાં… ધમાસાણની શરૂઆત ભરૂચ બેઠકથી શરૂ

Share

આગામી વર્ષે એટલે કે 2024 નું વર્ષે રાજકીય દાવ પેચ વચ્ચે જોવા મળશે, સતત બે ટર્મથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યાં એક તરફ NDA એની ફરી સરકાર બનાવી હેટ્રીક કરવાની રણનીતિમાં છે તો બીજી તરફ મોદીની રણનીતિને મહાત આપવા વિપક્ષી દળો એકજુથ થઈ ઇન્ડિયા એટલે કે I. N. D. I. A નામનું ગઠબંધન કરી NDA ને તમામ મોરચે ટક્કર આપવા માટેની રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે.

ગતરોજ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી એ પત્રકાર પરિસદ યોજી ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આગામી ચૂંટણી માં ગઠબંધન સાથે લડશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ 2024 લોકસભા ચૂંટણી નૉ રાજકીય માહોલ અત્યારથી જ જામી ગયો હોય તે પ્રકારની ચર્ચાઓએ રાજકીય પંડિતોમાં જોર પકડ્યું હતું.

Advertisement

આપ પ્રદેશ પ્રમુખની જાહેરાત બાદથી જ આપના આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા પણ ચર્ચામાં આવી ગયા હતા જ્યાં જો ગુજરાતમાં કોંગ્રેસ, આપ ગઠબંધન કરી ચૂંટણી લડે તો ભરૂચ લોકસભા બેઠક પર આપ ના ઉમેદવાર તરીકે ડેડીયાપાડાના વર્તમાન ધારાસભ્ય ચૈતર વસાવા લગભગ નક્કી હોવાની ચર્ચાઓ જામી છે, ત્યારે ચૈતર વસાવા એ પણ સામે ચાલીને આવેલા રાજકીય ગ્રીન સિગ્નલમાં પોતાની હરિ ઝંડી બતાડી મીડિયા સમક્ષ નિવેદનો આપી જો લોકો કહેશે તો ચૂંટણી લડીશ તેવી જાહેરાત પણ કરી દીધી છે.

હાલ ભરૂચ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઇ વસાવા સતત છ ટર્મથી આ બેઠક પરથી જીત મેળવી રહ્યા છે, અને આગામી લોકસભા ચૂંટણી જીતવાની તૈયારીઓ પણ અત્યારથી જ તેઓએ ગામ સંપર્ક વધારીને કરી દીધી હોવાનું કહેવાય રહ્યું છે, તો બીજી તરફ સતત સત્તાથી દૂર અને વર્ષોથી લોકસભા બેઠક જીતવાની સપના જોતી કોંગ્રેસ પાર્ટી પણ ભરૂચ લોકસભા બેઠક પર શું હાઈ કમાન્ડ ગઠબંધન કરી ઉમેદવાર આપશે..? કે પછી કોઈ મજબૂત ચહેરા તરીકે હાઈ કમાન્ડમાં કોઈકનું નામ આપી પાર્ટીના જ સિમ્બોલ થકી ચૂંટણી લડવામાં આવશે તેવી અનેક ચર્ચાઓ કોંગ્રેસ કાર્યાલયમાં પણ જામી રહી હોવાનું કહેવાય રહ્યું છે.

આ બધા વચ્ચે ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય અને ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને AIMIM પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ભાજપ, કોંગ્રેસ, AAP જેવી પાર્ટીઓ ની રણનીતિને પછાડવા અને પોતાની તરફ તમામ રાજકીય દાવ પેચના પત્તા ખેંચી લાવી નફા નુકશાનીનું રાજકીય ગણિત સેટ તો કરશે જ તેવું પણ કેટલાય રાજકીય પંડિતો માની રહ્યા છે, ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં શું મનસુખભાઇ વસાવાને જ ટિકિટ આપી ભાજપ ભરૂચ લોકસભાં બેઠક પર આગળ વધશે કે પછી અન્ય કોઈ નવા ચહેરા સાથે આગળ વધશે તે બાબતો આવનાર સમયમાં જ ખબર પડી શકે તેમ છે, જોકે ભરૂચ લોક સભાં બેઠકનું આખે આખુ રાજકીય ગણિતનું સમીકરણ આદિવાસી બહુલત વિસ્તારમાં જામશે તેવી અટકળો વર્તમાન સ્થિતિને જોતા નકારી શકાય તેમ નથી તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.


Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલની ગટરો ઉભરાવવાના કારણે નગર પાલિકા દ્વારા નોટિસ ફટકારી રૂપિયા 5000 નો દંડ કરવામાં આવ્યો.

ProudOfGujarat

નડિયાદ : ડભાણ સ્વામિનારાયણ મંદિરનો 135 મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

કરજણના દેથાણ ગામમાં આમ આદમી પાર્ટીના અગ્રણીઓ તેમજ કોંગ્રેસના મહિલા પ્રતિનિધિ મંડળે ભોગ બનેલ મહિલાના પરિવારજનોની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!