ભરૂચ જિલ્લામાં નશાખોરીના નેટવર્કને ડામવા માટે જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ વિવિધ પોલીસ મથકના કર્મીઓ જિલ્લાના અનેક વિસ્તારમાં દરોડા પાડી રહ્યા છે, અને કેટલાય ગુનાખોરોને જેલના સળીયા પાછળ ધકેલી રહ્યા છે, તેવામાં વધુ એકવાર ગાંજા જેવા નશીલા પદાર્થના જથ્થાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓએ ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે કસક નવી નગરી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં જહીર અહેમદ બશીર અહેમદ બદરમિયા રહે, કરિશ્મા કોમ્પ્લેક્સ મહંમદપુરા ભરૂચ તથા શાહિસ્તા અબ્દુલ મુસા અરબ રહે,ન્યુ કસક નવીનગરી ભરૂચ નાઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી તેઓ પાસેથી 20,961 કી.ગ્રામ ગાંજાનો જથ્થો તેમજ મોબાઈલ અને રોકડા મળી કુલ 2,30,030 નો મુદ્દામાલ કબ્જે કરી મામલે પિન્ટુ રહે. સુરત નાઓને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.