મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા પ્રેરિત ” નારી વંદન સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઈ રહી છે ત્યારે આજે સપ્તાહના છેલ્લા દિવસે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી ભરૂચ દ્વારા મહિલા અને બાળ આરોગ્ય દિવસની ડૉ.કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ભરૂચ મુકામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી.આ વેળાએ શ્રીમતી કિન્નરી બેન ભટ્ટે આશીર્વાદ ફાઉન્ડેશન અંતર્ગત સ્તન કેન્સર જાગૃતિ અભિયાનની જાણકારી આપી હતી.જેમાં સ્તન કેન્સરના ભયસૂચક લક્ષણો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
આ વેળાએ “ઇટ રાઈટ” થીમ અંતર્ગત” લાલ ગુલાબી બાળક મારું” નાટક મહિલા અને બાળ આરોગ્ય દિવસની જાગૃતિ અંગે પ્રદર્શિત કરાયું હતું.આ વેળાએ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એક્સર્પટ ડૉકટર દ્વારા સિપીઆર અંગેની પ્રેક્ટિકલી સમજ પણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમની સ્વાગત પ્રવચન જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જે એસ દુલેરાએ તથા આભારવિધિ મહિલા અને બાળવિકાસ અધિકારી કાશ્મીરા બહેને કરી હતી.