Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ″મેરી મેટ્ટી મેરા દેશ″ કાર્યક્રમને અનુલક્ષીને માધ્યમો સાથે સંવાદ યોજયો

Share

આઝાદીના અમૃત મહોત્સવના પર્ણાહુતીના અવસરે “મારી માટી મારો દેશ, માતૃભુમિને નમન વીરોને વંદન″ કાર્યક્રમ આગામી તા. ૦૯ મી, ઓગષ્ટથી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અન્ન, પાણી અને નાગરીક પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં નેત્રંગ ગ્રામ પંચાયત સ્તરેથી શરૂ થશે.
આ કાર્યક્રમમાં ગ્રામ્ય સ્તર, તાલુકા કક્ષા, નગરપાલિકા, મહાનગરપાલિકા અને રાષ્ટ્રીય કક્ષાએ આ કાર્યક્રમ યોજાશે.જિલ્લાના ૯ તાલુકાઓની ૫૪૫ ગામ પંચાયત ખાતેથી આ કાર્યક્રમની શરૂઆત કરાશે.

જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજનાનારા આ કાર્યક્રમને પાંચ વિવિધ આયામો હેઠળ આવરી લેવામાં આવ્યો છે.જેમાં પ્રથમ આયામ શિલાફલકમ છે. શિલાફલકમ એટલે કે તકતી મૂકવામાં આવશે. તકતીમાં વડાપ્રધાનના વિચાર, વીરોના નામ અને પંચાયતના સ્થળનું નામ, ‘આઝાદીના અમૃત મહોત્સવનો લોગો સહિતની વિગતો હશે. ગામમાં કોઇ જવાન લશ્કરીદળમાં કે પોલીસ દળમાં સેવા આપતા શહીદ થયા હોય તેનું નામ લખવામાં આવશે જયાં અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે એવી ગ્રામ પંચાયતમાં એક શિલાફલકમ્ તૈયાર કરવામાં આવશે. જયાં અમૃત સરોવર નથી એવા ગામોમાં કોઇ સારા જળસ્રોત હોય એવી જગ્યાએ શિલાફલકમ્ તૈયાર કરી સ્થાપિત કરાશે.

Advertisement

‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત પંચાયત સ્તરે ‘મિટ્ટી ઓફ ધ મધરલેન્ડ’ કાર્યક્રમ યોજાશે, જેનું આયોજન ભરૂચ જિલ્લા સહિત દેશની તમામ પંચાયતોમાં થશે. ભરૂચ જિલ્લાની દરેક ગ્રામ પંચાયતમાં વીરોને નમન કરવાના હેતુથી એક શિલાફલકમ એટલે કે તકતી મૂકવામાં આવશે, આ તકતીમાં વડાપ્રધાનના વિચાર, વીરોના નામ અને પંચાયતના સ્થળનું નામ, ‘આઝાદીના અમૃત મહોત્સવનો લોગો સહિતની વિગતો હશે. વીરોની વ્યાખ્યામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, સુરક્ષા કર્મચારી (આર્મી, નેવી, એરફોર્સ) રાજ્ય પોલીસ દળ, સીએપીએફના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોતાની ફરજ દરમિયાન શહીદ થયેલા કર્મીઓને આ શિલાફલકમ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે.

કાર્યક્રમ દરમિયાન પંચ પ્રણની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે અને સહભાગીઓ આ પ્રતિજ્ઞા હાથમાં માટી અથવા દીવડા લઈને કરશે. ઉપસ્થિત સૌ પોતાની સેલ્ફી, આ અભિયાનની વેબસાઈટ પર અપલોડ કરશે. નિયત સ્થળોએ સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરાશે. આ ઉપરાંત ‘વસુધા વંદન’ અંતર્ગત દરેક પંચાયતમાં ૭૫ સ્વદેશી રોપાઓનું વાવેતર કરી અને ‘વસુધા વન’ તૈયાર કરવામાં આવશે. કાર્યક્રમમાં વીરોને વંદન કરવાના હેતુ માટે સ્વાતંત્ર્ય સેનાની/વીરોના પરિવારને આમંત્રિત કરવામાં આવશે, તેમનું સન્માન કરવામાં આવશે. ગ્રામ પંચાયતમાં યોજાનાર દરેક કાર્યક્રમમાં ૭૫ જેટલા રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કરીને ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવશે એવી વિગતો જિલ્લા વહીવટીતંત્ર પાસેથી પ્રાપ્ત થઈ છે.

આ ઉપરાંત, માટીને નમન કરવાના હેતુથી ગામની માટી એકઠી કરી અને પંચાયતમાં લાવવામાં આવશે, આ માટી બ્લોકમાં પહોંચાડાશે. ગામથી તાલુકા સુધીની મિટ્ટી યાત્રા પણ યોજાશે. બ્લોક ખાતેથી દરેક તાલુકા દીઠ એક યુવાન પરંપરાગત પહેરવેશ પહેરી આ માટીના કળશને રાજધાની દિલ્હીના નવીન ‘કર્તવ્ય પથ’ ઉપર લઈ જવામાં આવશે. આ માટીથી આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક તેમજ અમૃતવાટિકા બનાવીને વિરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો સંકલ્પ છે. આ ઝુંબેશમાં ગામડાઓમાંથી અંદાજીત ૧.૫૦ કરોડ લોકો જોડાશે અને ૧૦ લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે.

આ અભિયાનના ભાગરૂપે જિલ્લાની પ્રત્યેક ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાશે, જેમાં સરપંચ, પંચાયતના સભ્યો, આશાવર્કર, ગ્રામસેવકો, ગ્રામજનો જોડાશે. સાથોસાથ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયુષ્માન ભારત, અટલ પેન્શન. પી.એમ. જીવનજ્યોતિ વિમા યોજનાના કેમ્પ યોજી લાભાર્થીઓને લાભાન્વિત કરાશે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. માધ્યમો સાથેના સંવાદમાં જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ વી ડાંગી, નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ પણ જોડાયા હતા.


Share

Related posts

નારેશ્વર ખાતે નર્મદા નદીનાં કાંઠે પગથિયાં પર મુકવામાં આવેલી રંગ અવધૂત મહારાજની પ્રતિમાને અજાણ્યા ઈસમોએ ખંડિત કરતાં ચકચાર. 

ProudOfGujarat

અંકલેશ્વરની આર.એમ.પી.એસ. શાળામાં એન.સી.સી. અવેરનેસ તેમજ ઇન્સ્પેક્શન સેમિનાર યોજાયો

ProudOfGujarat

ઔદ્યોગિક વસાહતો માં અને તેની આસપાસ પાણી ના ગેરકાયદેસર ના બોર દ્વારા ભૂગર્ભ જળ નો દુરૂપયોગ થવાથી જળ સ્તર નીચે ગયા અને પ્રદુષિત થયાની શંકા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!