Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ અસ્મિતા ગુરુકુલમ જ્ઞાન વર્ગોની દિકરીઓ માટે વસ્ત્ર દાનનો કાર્યક્રમ યોજાયો

Share

ભરૂચ “મન મૈત્રી સેવા ફાઉન્ડેશન”, ભરૂચના સ્થાપક ટ્રસ્ટી જયેશ પરીખ તથા હિનાબેન જયેશભાઈ પરીખ દ્વારા અસ્મિતા ગુરુકુલમ જ્ઞાન વર્ગોની દિકરીઓ માટે દાતા સૂર્યપ્રકાશ હભાઈ સેજવાણી (ભરૂચ સ્ટેશન રોડ ઉપર આવેલ રેડીમેઈડ ગારમેન્ટના પ્રખ્યાત શો રૂમ શિવમ એમ્પોરીયમના ૪૧ વર્ષ પૂર્ણ થયાની ખુશીનાં અવસરે ) દ્વારા વસ્ત્ર દાન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

તેમાં મન મૈત્રી સેવા ફાઉન્ડેશન અબોલ જીવો માટે કાર્ય કરી રહેલ સંસ્થા તરફથી સંસ્થાનાં માનદ સભ્યો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. કુલ 110 ગુરુકુલમની દિકરીઓને વસ્ત્ર દાન કરવામાં આવ્યું હતું તથા મનો દિવ્યાંગ બાળકોને કલર ક્રાફટ માટેની બુકનું વિતરણ કર્યું હતું. જયેશભાઈ પરીખ તથા દાતા સૂર્યપ્રકાશભાઈ એ સંસ્થાનાં કાર્યોને બિરદાવ્યા હતા. અસ્મિતા સંસ્થાનાં સેક્રેટરી પ્રણવભાઈ ભટ્ટએ સંસ્થાનાં કાર્યોની માહિતી આપી હતી. “મન મૈત્રી સેવા” ( અબોલ જીવો માટે કાર્યશીલ )સંસ્થા ને તેના કાર્યો બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તથા સૂર્યપ્રકાશભાઈને પણ તેમના શો રૂમને સફળતા પૂર્વક 41 વર્ષ પૂર્ણ કરતા અભિનંદન આપ્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

પાલેજ પોસ્ટ ની કચેરી ખાતે પોસ્ટલ વીમા દિવસ ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે આજરોજ વિશ્વ મહિલાદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી

ProudOfGujarat

ભરૂચ : જાહેરનામાનાં પ્રથમ દિવસે બપોરે 4 કલાકે દુકાનો બંધ કરી તંત્રનાં નિર્ણયને આવકારતા વેપારીઓ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!