Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમૃત ભારત રેલ્વે સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશનનો પીએમના હસ્તે વર્ચ્યુઅલ શિલાન્યાસ કરાયો

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશના 508 રેલવે સ્ટેશનોના ₹24400 કરોડના ખર્ચે પુન: વિકાસના શિલાન્યાસનો પ્રસંગ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો. ભરૂચના સાંસદ મનસુખ વસાવે સભાને સંબોધતા કહ્યું હતું કે, આજનો દીવસ આનંદ અને ખુશીનો દીવસ છે. અમૃતકાળનો પ્રારંભ નવી ઉર્જા અને નવા સંકલ્પ સાથે ભરૂચ સહિત ભારતના 508 જેટલા રેલ્વે સ્ટેશનોનો કાયાપલટ થશે.રૂપિયા 34 કરોડના ખર્ચે જ્યારે ભરૂચ રેલવે સ્ટેશનું નવનિર્માણ થશે ત્યારે આ સ્ટેશનમાં તમામ યાત્રીઓ માટે જરૂરીયાત મુજબની તમામ સુવિધા મળતા પ્રવાસી માટે કનેક્ટિવિટી અને મુસાફરીની સરળતા રહેશે.

ભરૂચની ઓળખ સમાન તેની અસ્મિતાભર્યો ઈતિહાસની ઝાંખી કરવાતું નવું રેલ્વે સ્ટેશન બનશે. એટલુ જ નહી ભરૂચ રેલવે સ્ટેશન સાથે દેહેગામ પાસે બુલેટ સ્ટેશન બનતા ભરૂચના લોકોની મુસાફરી વધુ ઝડપી બનશે. ભરૂચ હવે ભાગ્યું – ભાંગ્યુ ભરૂચ નથી રહ્યું પણ ભવ્ય અને સમુધ્ધ ભરૂચ બનવા તરફ ડગ માંડી રહ્યું છે. 117 વર્ષ બાદ સ્ટેશન આધુનિક રંગ રૂપ ધારણ કરશે.

Advertisement

આ પ્રસંગે, ભરૂચ જિલ્લાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ઈશ્વરસિંહ પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા, નિવાસી અધિક કલેકટર એન. આર. ધાધલ, ચિફ પ્રોજેક્ટ મેનેજર વડોદરા મંડલ વેસ્ટન રેલવે કે.એલ. મિના, જિલ્લા ભાજપના અગ્રણીઓ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, રેલ્વે વિભાગનો સ્ટાફ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. 117 વર્ષથી અવિરત સેવા આપતા આવેલા રેલ્વે સ્ટેશનનો કાયાકલ્પ થતા ભરૂચની ભવ્યતા અને અસ્મિતા ઉજાગર થશે.


Share

Related posts

ઝઘડીયાના વાઘપુરા ગામની સીમના ખેતરના શેઢા નજીક અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

ભરૂચ દહેજ ખાતે આવેલ બાયોસ્કેપ કંપનીમાં એક મહિલા કામદારનું મોત : બે ને પહોંચી ગંભીર ઇજા.

ProudOfGujarat

સેંગપુરનો રહીશ હિરેન વસાવા વિદેશી દારૂ સાથે તાલુકા પોલીસના હાથે ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!