વાલિયા તાલુકામાં અાવેલાં મૌઝા ગામ પાસેથી પસાર થતાં અેક કુરિયર કંપનીના કર્મચારીને ચપ્પુ બતાવી તેની પાસેથી કુરિયરના પાર્સલો તેમજ રોકડ રકમની લૂંટ થઇ હતી. લૂંટને અંજામ અાપનાર 3 ગઠિયાઅોને અેલસીબીની ટીમે ચોક્કસ બાતમીના અાધારે ઝડપી પાડી તપાસ કરતાં તેમણે સૂરતના ઉમરપાડામાં પણ અા જ પ્રકારે લૂંટ કરી હોવાની કબુલાત કરતાં પોલીસે ત્રણેયની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, વાલિયા તાલુકામાં અાવેલાં મૌઝા ગામેથી પિંગોટ ગામ તરફ અેક કુરિયર કંપનીનો કર્મચારી પાર્સલ લઇન જઇ રહ્યો હતો.તે વેળાં તેને રસ્તામાં અટકાવી ચપ્પુની અણીઅે ધાકધમકીઅો અાપી ત્રણ શખ્સોઅે તેની પાસેના પાર્સલ તેમજ રોકડ રકમની લૂંટ કરી હતી. દરમિયાન ભરૂચ અેલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, વાલિયા તાલુકાના ભમાડિયા ગામનો વિકેશ ઉર્ફે જસ્સી રવિદાસ વસાવા તેમજ સુનિલ મનહર વસાવા અને જબુગામનો દિપક ઉર્ફે દિપ્સ દિનેશ વસાવાઅે લૂંટની ઘટનાને અંજામ અાપ્યો હતો.
ઉપરાંત તેઅો વાલિયા પાસેથી હોન્ડા ડીઅો સ્કૂટર પર ત્રણ સવારી પસાર થઇ રહ્યાં છે. જેના પગલે અેલસીબીના પીઅાઇ સુનિલ તરડે, પીઅેસઅાઇ કે. જે. ધડુક તેમજ તેમની ટીમે વાલિયા પાસે વોચ ગોઠવી તેમને ઝડપી પાડ્યાં હતાં.
પોલીસે તેમની પાસેથી કુરિયરના પાર્સલનો સામાન જપ્ત કર્યો હતો. તેમની ઉલટ તપાસ કરતાં તેઅોઅે સૂરતના ઉમરવાડા તાલુકામાં અાવેલાં વાડી ગામ પાસે પણ અેક કુરિયર કંપનીના કર્મચારીને લૂંટ કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે તેમની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.
મૌઝા પાસે કુરિયર કંપનીના કર્મચારીને લૂંટના ત્રણ અારોપીઅોને અેલસીબીઅે ઝડપી પાડ્યાં હતાં.
અારોપીઅો ગુનાઇત ભુતકાળ ધરાવ છે
ભરૂચ અેલસીબીઅે ઝડપાયેલાં અારોપીઅોના ગુનાઇત ભુતકાળની તપાસ કરતાં તેઅો અગાઉ પણ વાલિયા પોલીસ સ્ટેશનમાં ચોરી, લૂંટના ચારેક ગુના તેમજ અપહરણના કેસમાં ઝડપાયાં હતાં. તેમજ વિકેશ ઉર્ફે જસ્સી રવિદાસ વસાવાને પાસા હેઠળ પણ ધરપકડ કરવામાં અાવી હતી..સૌજન્ય