આજરોજ ભરૂચ નારાયણ વિદ્યા વિહાર સ્કૂલની રજત જયંતી વર્ષની ઉજવણી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષપદે કરાઈ હતી. આ પ્રસંગે શાળાની રજતજયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે મૈત્રી દિન નિમિત્તે “ગોઠડી” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના ઉપરાંત જિલ્લા કલેકટર તુષાર સુમેરા તથા જાણીતા સાહિત્યકાર ડૉ શરદ ઠાકરની પણ વિશેષ ઉપસ્થિતિ હતી.
આ પ્રસંગે મંત્રી કુબેર ભાઈ ડિંડોરે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, પૂજય નારાયણ બાપુના શિક્ષણ ક્ષેત્રે તથા આરોગ્ય ક્ષેત્રે કરેલ કાર્યોની સરહાના કરી હતી. વધુમાં આ સંસ્થામાં માતૃભાષાના માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સંખ્યા વધુ હોવાથી તેમને સંસ્થાને માતૃભાષાના સંવર્ધનનું પણ ભગીરથ કાર્ય કરે છે.આ ઉપરાંત તેમણે જણાવ્યું કે શિક્ષણ એ રાજ્ય આશ્રીત ન હોવું જોઇએ પણ સમાજ આશ્રીત હોવું જોઇએ.
આ વેળાએ મંત્રી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શિક્ષણ ક્ષેત્રે જે શિક્ષણ પોલિસી અમલમાં મુકી છે, જે ખરેખર આવકારદાયક પગલું ગણાવ્યું હતું. જેમાં કૌશલ્યવર્ધન શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. જે ખરેખર આપણી પરંપરાગત શિક્ષણ પ્રણાલીને ભાર મૂકવામાં આવ્યો છે. આ વેળાએ સાહિત્યકારોની લેખોની સંકલન રૂપે સ્મરણ કા પુસ્તિકા “કર્મના સાંનિધ્ય સાથેનું જ્ઞાન” નું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે શાળાના વિદ્યાર્થીઓને પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રી તથા મહાનુભાવોના હસ્તે શાળાના પટ્ટાગણમાં શાળાની રજતજયંતી વર્ષની સંભારણામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ ભરૂચ જિલ્લાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી જે ડી પંચાલ, આચાર્ય મુકેશભાઈ ઠાકર, જિલ્લા અગ્રણી મારૂતીસિંહ અટોદરિયા, જિલ્લા શિક્ષણાધિકારી કે એફ વસાવા સહિત મોટી સંખ્યામાં જિલ્લાના અગ્રણીઓ તથા શિક્ષણગણ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચની નારાયણ વિદ્યા વિહાર સ્કૂલની રજત જયંતી વર્ષની ઉજવણી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષપદે કરાઈ
Advertisement