ભરૂચ રૂરલ પોલીસ મથકની હદમાં એક ગામની એક યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર વિધર્મી નરાધમને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે.
ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જીલ્લામા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને મહિલાઓ વિરુધ્ધ બનતા જાતીય શોષણના તમામ પ્રકારના ગુનાઓ અટકાવવા કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જેના આધારે નાયબ પોલીસ વડા સી. કે પટેલનાઓના માર્ગદર્શન ભરૂચ રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર વી.કે.ભુતિયા અને સ્ટાફ પેટ્રોલિંગમા હાતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ તાલુકાની એક યુવતી સાથે હિન્દુ નામ ધારણ કરી યુવતીને પોતે હિન્દુ હોવાનું કહી લગ્નની લાલચ આપી તેણી સાથે દુષ્કર્મ આચારનાર પગુથણ ગામના બાપુ નગરમાં રહેતો સીરાજ રૂસ્તમ પટેલ ગામમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બળાત્કારના ગુનામાં સંડોવાયેલ નરાધમ સીરાજ રૂસ્તમ પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.