Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરાયું

Share

ભરૂચમાં આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં સંજયભાઈ ભગતના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમ યોજાશે.

ભરૂચમાં 9 ઓગષ્ટ એ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે આદિવાસી અસ્મિતા સંરક્ષણ સમિતિ દ્વારા તેમજ બામસેફ ઇન્સાફ બી.એમ.જી ના સંયુક્ત ઉપક્રમે ડો. આંબેડકર ભવન કલેક્ટર કચેરીની પાછળ સવારે 10:30 કલાકે યોજાશે. હવે અસ્તિત્વનો સવાલ છે! જેવા શીર્ષક સાથે બામસેફના પ્રમુખ વિનયભાઈ સોલંકી, જીવરાજભાઈ મકવાણા, વિજયભાઈ વસાવા, સામાજિક કાર્યકર સંજયભાઈ ભગતના અધ્યક્ષ સ્થાને ઉત્તરપ્રદેશ તેમજ સમગ્ર ગુજરાત રાજ્યમાંથી વિવિધ મોરચાના આગેવાનોની ઉપસ્થિતિમાં સમાજને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી આદિવાસી સમાજને આગળ લઈ જવા માટે મહત્વના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તો આ કાર્યક્રમમાં ભરૂચ તથા આસપાસમાં વસવાટ કરતા આદિવાસી ભાઈ બહેનોને ઉપસ્થિત રહેવા આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા : રાજપારડી નજીક માધુમતિ ખાડીમાં મગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ.

ProudOfGujarat

સુરત : બહેન સાથે પ્રેમ પ્રકરણની આશંકાને લઈ ભાઈએ યુવકની હત્યા કરી.

ProudOfGujarat

સુરત-પાંડેસરા વિસ્તારની મોડી રાત્રીએ મહિલાના હાથમાંથી મોબાઇલ છીનવીને ભાગતાં ચોરને લોકોએ માર્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!