Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણમાં બુલેટ ટ્રેનની કામગીરી સ્થળે દુર્ઘટના મામલે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાના ગંભીર આક્ષેપો

Share

ગઈકાલે તારીખ ૩ ઓગષ્ટ ૨૦૨૩ ના રોજ કરજણ તાલુકામા ચાલી રહેલા બુલેટ ટ્રેનના બાંધકામ દરમિયાન અકસ્માતની ઘટના L&T કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે થઈ છે. સ્થળ ઉપર હાજર તેમજ લોકચર્ચા દ્વારા જણાવ્યા પ્રમાણે ૧૦ થી વધુ લોકોના મૃત્યુ થયા છે. તેમજ અનેક કામદારો ઘાયલ થયા છે. આ અંગે આજરોજ એલ.એન્ડ.ટી ની સાઇટ ઓફિસ ઉપર તપાસ કરતા ત્યાં કોઈ પણ જવાબદાર અધિકારીઓ હાજર નથી એમ સંદીપ માંગરોલા એ જણાવ્યુ છે. L&T ના તમામ મોબાઇલ સ્વીચ ઓફ આવે છે. આ અંગે ડે. લેબર કમિશ્નર સેન્ટ્રલ અમદાવાદને પણ ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલ છે. પરંતુ તેઓની ઓફિસ દ્વારા સંપર્ક કરાવાઈ રહ્યો નથી. આ અંગે ગુજરાત કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાએ બનાવની ગંભીરતા સમજી આ અંગે તટસ્થ તપાસ તેઓના વિભાગ દ્વારા કરવામાં આવે તેમજ હાલમાં ઘટનાની તમામ માહિતી જાહેર કરવા તેઓને પત્ર દ્વારા જાણ કરી છે. મૃતકો અને ઘાયલ કામદારોના નામ જાહેર કરી તેઓને કઇ હોસ્પિટલમા સારવાર અપાઈ રહી છે તેની માહિતી આપવા પણ માંગરોલા એ જણાવ્યું છે. જેથી ઘાયલ અને મૃતકોના પરિવારને મળી તેઓને સાંત્વના પાઠવી શકાય અને ન્યાય અપાવવામા મદદરૂપ થઇ શકાય એમ જણાવ્યું છે. માંગરોલા આજે ઘાયલોને મળવા વડોદરા જઇ વાસ્તવિકતાનો તાગ મેળવવા પ્રયત્ન કરશે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અંકલેશ્વર તાલુકામાં સૌથી વધુ ૮૧ મિ.મિ વરસાદ નોંધાયો

ProudOfGujarat

ઉમરપાડાનાં બીજલવાડી, ગોંદલીયા સહિત ચાર ગામોમાં વાવાઝોડું ફૂંકાતા ભારે નુકસાન.

ProudOfGujarat

અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપીઓના વકીલોએ કોર્ટમાં વકીલાત પત્ર દાખલ કર્યું, આગામી સુનાવણી આ તારીખે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!