ભરૂચ શહેરમાં હનુમાનજી ટેકરા ખાતે રોડ ઉપર ગેરકાયદેસર જાહેરમાં આંક ફરકનો જુગાર રમી રમાડતા એક ઇસમને કુમ મુદ્દામાલ રૂ. 15,850 સાથે એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.
ભરૂચ એ ડિવિઝન પીઆઇ બી.એલ મહેરીયાને બાતમી મળેલ કે ભરૂચમાં હનુમાનજી ટેકરા સુથીયાપુરા ખાતે રમેશ નબીભાઈ વસાવા રહેઠાણ હનુમાનજી ટેકરો, સુથીયાપુરા, દાંડિયા બજાર,ભરૂચ નાઓ આંક ફરકનો હાર જીતનો જુગાર રમી રમાડે છે, જે બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે સ્થળ પર દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રમાડતા રમેશ વસાવાને કુલ રૂપિયા 15,850 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે તેમજ અન્ય પાંચ ફરાર આરોપીઓને ઝડપી પાડવા પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે, આ કામગીરી ભરૂચ એ ડિવિઝન પીઆઇ બી.એલ મહેરીયા, હેડ કોન્સ્ટેબલ ભાનુપ્રસાદ, પોલીસ કોન્સ્ટેબલ સરફરાજ, મહિપાલસિંહ, શક્તિસિંહ, અજયસિંહ, પંકજભાઈ, સમીરભાઈ સહિતના સ્ટાફે કરી હતી.