Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજના માછીવાડ વિસ્તારમાંથી ઓનલાઇન ક્રિકેટ સત્તાબેટિંગ ઝડપાયું, પિતા પુત્રની ધરપકડ કરતી SOG પોલીસ

Share

ભરૂચ જિલ્લામાં ક્રિકેટનો ક્રેઝ તેની ચરમસીમાં એ પહોંચ્યો હોય તેમ લાગી રહ્યું છે, ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોમાં ક્રિકેટ પર હાર જીતની શરતો જ્યાં સામાન્ય બાબત બની છે તો બીજી તરફ ઓનલાઇન સત્તા બેટિંગ પણ જામતું જોવા મળી રહ્યું છે, ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક દરોડામાં ક્રિકેટ પર ઓનલાઇન સટ્ટો રમતા પિતા પુત્રની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલ્યા છે.

ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે આવેલ માછીવાડ વિસ્તારમાં લંકા પ્રીમિયર લીગની ટી 20 ની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન હાર જીતનો સત્તા બેટિંગનો જુગાર ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડા પાડ્યા હતા જે દરમ્યાન તૌસીફ ખાન અતાઉલ્લા ખાન પઠાણ રહે,પાલેજ તેમજ અતાઉલ્લા ખાન હબીબ ખાન પઠાણ રહે. પાલેજ નાઓની ધરપકડ કરી બબલુભાઈ તેમજ ઉમાભાઈ નાઓને વોન્ટેડ જાહેર કરી 1,18,360 ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

સુરત : આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીએ પીપીઈ કીટ પહેરી સિવિલનાં કોવિડ વોર્ડમાં પ્રત્યેક દર્દી પાસે જઈ તેમની તબિયત અંગે પૃચ્છા કરી.

ProudOfGujarat

સુરત રેલ્વે સ્ટેશન પર પેસેન્જરની ઊંઘની તકનો લાભ લઈ મોબાઈલ ફોનની ચોરી કરનાર શખ્સ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગે ૨(બે) બાળલગ્ન થતાં અટકાવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!