નારીશકિત માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઊભું કરવા તથા મહિલા સશકિતકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સૂત્રને સાર્થક કરવાના ઉદ્દેશ સાથે રાજ્યભરમાં ૧ થી ૭ ઓગસ્ટ સુધી ‘નારી વંદન ઉત્સવ સપ્તાહ’ ની ઉજવણી થઈ રહી છે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજયભરની મહિલા અને યુવતીઓને અનેકવિધ જાગૃતિ કાર્યક્રમો થકી આ અભિયાનમાં સહભાગી બનાવવામાં આવે છે.
તારીખ ૧ ઓગસ્ટના રોજ ‘મહિલા સુરક્ષા દિવસ’ સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર, તથા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, ભરુચ દ્વારા જે. પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા અંદાજે ૩૦૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. ત્યારબાદ કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને મહિલાલક્ષી કાયદાઓ અને મહિલા કલ્યાણની વિવિધ યોજનાઓ અંગે તથા ઘરેલુ હિંસા ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માહિતી માટે સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમની શરૂઆત કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો તેમજ નારી સશક્તિકરણના પ્લે કાર્ડ સાથે રેલી નિકાળવામાં આવી ત્યારબાદ સેમિનાર હૉલમાં પ્રિન્સીપાલશ્રી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ સાયબર સેલમાથી પધારેલ કોન્સટેબલ દ્વારા સાયબર ક્રાઈમથી બચવા માટે શું કરવું જોઈએ એ બાબતે માહિતી આપવામાં આવી જયારે સેલ્ફ ડીફેન્સ ટીમ દ્વારા આપાતકાલીન સ્થિતીમાં મહિલા પોતાનો સ્વબચાવ કેવી રીતે કરી શકે એ બાબતે ટ્રેઈનિંગ આપવામાં આવી જયારે પૂર્વી સેવા ટ્રસ્ટ નાટક મંડળી દ્વારા “નારી જાગે દુ:ખડા ભાગે” એ વિષય પર નાટક રજૂ કરવામાં આવ્યું તેમજ જિલ્લા કાનૂની સેવા સતા મંડળમાથી પધારેલ એડ્વોકેટ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ વિષેની વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ ૧૮૧ ટીમ, શી ટીમ અને દ્વારા યોજનકીય માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમના અંતે મહિલા અને બાળ અધિકારી દ્વારા સર્વેનો આભાર માની આ કાર્યક્રમની પૂર્ણાહુતી કરવામાં આવી.
આ ઉપરાંત, સાયબર સેફ્ટી અને સેલ્ફ ડીફેસન્સને લગતા કાર્યક્રમનું પણ આયોજન કરવામા આવ્યું હતું તેમજ નાટકનું મહિલા સુરક્ષા અંતર્ગત આયોજન કરેલ હતું. જેમાં મહિલા અને બાળ અધિકારી ભરૂચ, જીલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી, સચિવ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, આચાર્ય જે.પી.કોલેજ, પોલીસ વિભાગ (સાયબર ક્રાઇમ), સુરક્ષા સેતુ વિભાગ, SHE team, DHEW ભરુચ, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ મહિલા હેલ્પ લાઇન વગેરે જેવા વિવિધ વિભાગો દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને માહિતી આપવામા આવી હતી.
મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, ભરૂચ દ્વારા મહિલા સુરક્ષા વિષય સંદર્ભે કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યાં
Advertisement