ભરૂચ નગરપાલિકા ખાતે આજરોજ સામાન્ય સભા મળી હતી, આ સામાન્ય સભામાં પાલિકાના વહીવટને લગતા કુલ 33 જેટલાં કામોને મંજૂરી માટે મુકવામાં આવ્યા હતા, જેમાં એકાઉન્ટ વિભાગ, પ, વ, ડી શાખા, લાઈટ શાખા, કોમ્પ્યુટર વિભાગ, ફાયર એન્ડ મોટર ગેરેજ, વોટર વર્કસ શાખા, ડ્રેનેજ શાખા, મહેકમ અને સેનેટરી શાખાને લગતા કામોને લઈ સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવી હતી.
ભરૂચ નગરપાલિકા ખાતે આજરોજ મળેલ સામાન્ય સભામાં વિપક્ષના સભ્યોએ પાલિકા દ્વારા વેરા વધારવાની બાબત, સહિત રોડ રસ્તા, ગંદકી જેવા મુદ્દાઓને લઈ આક્રમક અંદાજમાં વિરોધ કરાયો હતો.
સામાન્ય સભામાં શરૂઆતથી જ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ચકમક સર્જાઈ હતી, આજે મળેલ સામાન્ય સભામાં મોટાભાગના નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ પાલિકાને લગતા કામો ઉપર ચર્ચાઓ કરી તેને મંજૂરી આપવામાં આવી હતી.
Advertisement