Proud of Gujarat
FeaturedGujaratINDIA

સત્યના કાજે કરબલાના મેદાનમાં શહીદી વહોરનારા શહીદોની અનોખી ગાથા…

Share

આજથી ૧૪૪૫ વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં ધોમધખતા તાપમાં અસત્ય સામે જંગ છેડનાર હજરત સૈયદ ઇમામ હુસેન, હજરત સૈયદ ઇમામ હસન અને તેઓના ૭૨ જાંબાઝ સાથીઓ અસત્ય સામે શીશ ન જુકાવી સત્ય માટે સતત દસ દસ દિવસ સુધી યઝીદી લશ્કર સામે હામ ભીડી જંગ લડ્યા હતા. સદીઓ વિત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સમુદાયના લોકો પવિત્ર મોહરમ માસમાં કરબલાના શહીદોની યાદમાં દર વર્ષે મોહરમ માસમાં શહીદોને યાદ કરી ખિરાજે અકિદત (શ્રદ્ધાંજલી) અર્પણ કરે છે. એક તરફ હજારો યઝિદીઓનું લશ્કર હતું તો બીજી તરફ હજરત સૈયદ ઇમામ હુસૈન, હજરત સૈયદ ઇમામ હસન અને તેઓના જુજ સાથીઓ કરબલાના તપતા રણમાં દસ દસ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા ઇસ્લામને બચાવવા માટે ઝઝૂમી રહ્યા હતા.

યઝીદી સરદારે ઇમામ હુસેન અને ઇમામ હસનને ઘણા બધા પ્રલોભનો આપ્યા છતાં પણ ઇમામ હુસૈન અને ઇમામ હસન તેઓની પવિત્ર વિચારધારાથી વિચલિત થયા વિના યઝિદો સામે જંગ લડતા રહ્યા અને અસત્ય સામે શીશ ન ઝુકાવ્યું. હજરત સૈયદ ઇમામ હુસૈન પોતાના તેમજ પોતાના સાથીઓના અમૂલ્ય પ્રાણોની આહુતિ આપી સમગ્ર વિશ્વને એક અનુપમ સંદેશ પાઠવ્યો કે અસત્ય સામે કદી હાર ન માની સત્ય માટે હંમેશા લડતું રહેવું જોઈએ. દસ દસ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રહેલા હજરત ઇમામ હુસેન જ્યારે દસમી મોહરમના દિવસે નમાઝ માટે સજદામાં ગયા ત્યારે નાપાક યઝીદે તેઓનું શીશ મુબારક ધડથી અલગ કરી નાખ્યું અને હસતા મોઢે ઇમામ હુસૈન અને ઇમામ હસને શહીદી વ્હોરી સમગ્ર મુસ્લિમ સમુદાયના લોકોને નમાઝ માટે સંદેશો પાઠવ્યો. અંતમાં સારાંશ એ જ છે કે માનવી ઉપર ગમે તેટલી મોટી વિપદા આવે તો પણ સત્યથી વિચલિત થયા વિના અસત્ય સામે લડવું જોઈએ. હા…સત્ય પરેશાન થાય છે પણ કદી પરાજિત નથી થતું એ ઉક્તિને સાચા અર્થમાં કરબલાના શહીદોએ સાર્થક કરી બતાવી.

Advertisement

Share

Related posts

ચીખલીમાં વિદ્યાર્થિનીઓ વચ્ચે સમલૈંગિક સંબંધોથી ચકચારઃ હાથની નસ કાપી લોહીથી લખ્યું લવ યુ જાનુ

ProudOfGujarat

વડોદરા ખાતે સાવલીમાં કેમકોન કેમિકલ નામની કંપનીમાં આગ લાગતા ભારે ચકચાર મચી.

ProudOfGujarat

સાગબારાથી દેડીયાપાડા તરફ આવતી ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!