ભરૂચ જિલ્લામાં છૂટો છવાયો વરસાદી માહોલ જામ્યો છે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો હતો જે બાદ ગામ પાદરોથી લઈ કેટલાય સ્થળે વરસાદી પાણીનો ભરાવો થયો હતો જેને લઈ અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, ભરૂચનાં સેગવા ગામ ખાતે પણ વરસાદી માહોલ બાદ જળ બંબાકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
સેગવા ગામ ખાતે ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા હતા જે બાદ અનેક લોકો જળ ભરાવા વચ્ચે જ ફસાઈ ગયા હતા, ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવી હતી જે બાદ ફાયરના કર્મીઓએ સ્થળ પર દોડી જઈ 20 થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું તેમજ ચાર જેટલી સગર્ભા મહિલાઓને પણ રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
Advertisement