Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ઝનોર ગામની પ્રાથમિક કુમાર શાળા અને પ્રાથમિક કન્યા શાળાના બાળકોએ નબીપુર પોલીસ મથકની મુલાકાત લીધી.

Share

ભરૂચના ઝનોર ગામની પ્રાથમિક કુમાર શાળા તેમજ પ્રાથમિક કન્યા શાળાના છાત્રોએ નબીપુર પોલીસ મથકની મુલાકાત લીધી હતી. પોલીસ મથકની મુલાકાતનો હેતુ છાત્રોને પોલીસની કામગીરીને અવગત કરાવવા માટેનો હતો. નબીપુર પોલીસે બાળકોને સંપૂર્ણ સમજ આપી હતી. આજનો બાળક આવતી કાલનો નાગરિક છે. તેને સમાજના નીતિ નિયમો અને ભારતના બંધારણના કાયદાઓની સમજ હોવી જોઈએ જે હેતુથી ભરૂચ તાલુકાના ઝનોર ગામની પ્રાથમિક કુમાર શાળા અને પ્રાથમિક કન્યા શાળાના આચાર્યો અને શિક્ષક ગણ દ્વારા તમામ બાળકોને નબીપુર પોલીસ મથકની મુલાકાત કરાવી હતી.

પોલીસ મથકના પોલીસ અધિકારી કે.એમ.ચૉધરી અને હાજર પોલીસ સ્ટાફે બાળકોને પોલીસની કામગીરી અને સમાજમાં પોલીસનું શું મહત્વ છે. પોલીસ સમાજને કઇ રીતે ઉપયોગી થાય છે. પોલીસ કઈ રીતે ભારતના બંધારણીય કાયદાઓનું પાલન કરાવે છે. પોલીસ કાઈ રીતે ગુનેગારોને ઝડપી પાડી સમાજમાં થતી ગુનાખોરીને અટકાવે છે તે વિશે વિસ્તૃત જાણકારી પ્રદાન કરી હતી.

પોલીસ પ્રજાનો મિત્ર છે તે વિશે પણ સમજ આપી હતી. બાળકોને પોલીસ અધિકારી દ્વારા બાળકોને તેઓના હદયમા રહેલ પોલીસનો ભય દૂર કરી પોલીસને પોતાનો મિત્ર છે તે વિશે જાણકારી આપી હતી. બાળકોને પોલીસ વિભાગના અલગ અલગ વિભાગો વિશે સમજાવાયું હતું અને કોઈ ગુનેગાર ગુનો કરે તે તેને જેલમાં રાખવામાં આવે છે તેના વિશે પૂરી જાણકારી આપી હતી. પોલીસ દ્વારા વપરાતા હથિયારો અને તેની વિશેષતા વિશે પણ બાળકોને માહિતગાર કરાયા હતા. બાળકોને વિસ્તૃત માહિતી આપવા બદલ બંને શાળાના આચાર્યોએ નબીપુર પોલીસ અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. બાળકો આ મુલાકાત લઈ ઘણા ખુશ જણાયા હતા.

Advertisement

Share

Related posts

અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગ: 4 લોકોના મોત, 11 ઘાયલ…

ProudOfGujarat

જૂના ભરૂચનાં યુવા સંગઠને ધૈર્યરાજ સિંહ માટે રૂ. 2,31,000 ની રકમ તેમના પિતાને અર્પણ કરી.

ProudOfGujarat

રાજપારડી : વણાકપોર ગામના ખેડૂતના કૃષ્ણપરી ની સીમમાં આવેલ ખેતરમાં ચોરી બોર પર લગાવેલ રુ.૨૯૦૦૦ ની કિંમત નું હેડ યુનિટ ચોરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!