પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવે છે. જે મુજબ આજ રોજ ભરૂચ જિલ્લાના દરેક તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
આજરોજ મામલતદાર કચેરી અંકલેશ્વર ખાતે યોજાનારા ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં મામલદારશ્રીએ હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કર્યું હતું. તાલુકા સ્વાગત કાર્યક્રમ હેઠળ ૪ તથા ગ્રામ સ્વાગત કાર્યક્રમ હેઠળ ૨૧ જેટલી અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમાં અંકલેશ્વર મામલતદાર, તાલુકા વિકાસ અઘિકારી તેમજ અરજદારો હાજર રહ્યા હતા.
Advertisement