ભરૂચના દહેજ બાયપાસ રોડ પાસે ગઇકાલે ખાનગી કંપની કામ કરતા કોન્ટ્રાક્ટર બસના સંચાલકને ચપ્પુની અણીએ લૂંટ ચલાવી શખ્સ ફરાર થયાની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનાનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ ગણતરીની કલાકોમાં જ ઉકેલી કાઢ્યો છે.
આ લૂંટના ગુનાની ગંભીરતા દાખવી એલ.સી.બી ની ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી આ ગુનો શોધી કાઢવા વર્ક આઉટ કરી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમિયાન એલ.સી.બી.ના પી.એસ.આઈ પી.એમ.વાળાની ટીમને મોડી રાત્રે બાતમી મળેલ કે દહેજ બાયપાસ રોડ રીલાયન્સ કોલોની પાસે રોડ ચપ્પુની અણીએ થયેલ લૂંટમાં સંડોવાયેલ આરોપી હાલ કરજણ તાલુકાનાં દીવી ગામે છે જે આધારે એલ.સી.બીની ટીમે આરોપી શૈલેષ વસાવા રહે. વસંત મિલની ચાલ ભારતી ટોકીઝ, પેટ્રોલ પંપની સામે ભરૂચને ઝડપી તેની પૂછપરછ કરતાં આરોપી ભાંગી પડેલ અને ગુનો કુબુલ કરેલ હતો. પોલીસે આરોપી પાસેથી એકટીવા, મોબાઇલ સહિત કુલ રૂપિયા 35,500 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ માટે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.