Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતમાં અનુ. જાતિ (SC) અને અનુ. જનજાતિ (ST) ઉપર થતા અત્યાચારના વિરોધમાં ભરૂચ ખાતે રેલી યોજી અપાયું આવેદનપત્ર

Share

આજરોજ ભરૂચના સ્ટેશન સર્કલથી કલેકટર કચેરી સુધી સ્વયં સૈનિક દળના નેજા હેઠળ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, આ રેલીમાં ગુજરાતમાં થઈ રહેલા અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ઉપર થતા અમાનવીય અત્યાચારોનો વિરોધ કરવામાં આવ્યો હતો.

ભરૂચના કલેકટર કચેરી ખાતે પહોંચેલી રેલી બાદ ધરણા યોજી કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું, સ્વયં સૈનિક દળ દ્વારા યોજાયેલ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ હાથમા પોસ્ટરો અને પ્લેકાર્ડ લઈ SC, ST ઉપર ગુજરાતમાં થઈ રહેલા અત્યાચારનો ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

લીંબડી અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું

ProudOfGujarat

અભિનેત્રી વરિના હુસૈન સાત શિપ્રા નદીને સાફ કરવા માટે ઉત્તરાખંડ વન વિભાગની યાત્રામાં જોડાય

ProudOfGujarat

પાનોલી જીઆઇડીસીમાં આવેલા શેડમાં શંકાસ્પદ કેમિકલ જથ્થાની જીપીસીબીએ તપાસ હાથ ધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!