ભરૂચ જીલ્લામાં આજે બપોરથી મેઘરાજા એ મન મૂકી ધમાકેદાર બેટિંગ કરી હતી, શહેરી તેમજ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ આજે બપોરના સમયે જામ્યો હતો, સતત બે કલાક સુધી મેઘરાજાની તોફાની બેટિંગના કારણે અનેક સ્થળે જળ બંબાકાળની સ્થિતિનું નિર્માણ થયું હતું, ભરૂચ શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો.
ભરૂચ શહેરમાં બપોરે વરસેલા વરસાદના પગલે શહેરના ફાટા તળાવ, ગાંધી બજાર ચોક, ફુરજા ચાર રસ્તા, પાંચબત્તી, સેવાશ્રમ રોડ, કસક, દાંડિયા બજાર સહિતના અનેક વિસ્તારમાં 3 થી 4 ફૂટ જેટલાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક દુકાનદારો મુંજવણમાં મુકાયા હતા. ફાટા તળાવ વિસ્તારમાં પાણી વચ્ચે જ માલ સામાન લઈ જતુ એક મીની ટેમ્પો ફસાઈ જતા ડ્રાઇવર પાણી વચ્ચે જ ટેમ્પો મૂકી સલામત રીતે બહાર નીકળી ગયો હતો.
તો બીજી તરફ ગાંધી બજાર ચોક અને ચાર રસ્તા વિસ્તારમાં આવેલ શાળામાંથી બાળકોને રજા મળતા સ્થાનિકોની મદદથી બાળકોએ પાણી વચ્ચેથી પસાર થઈ પોતાના ઘરો તરફ રવાના થયા હતા, તેમજ આખા માર્ગ પર પાણી ભરાઈ રહેતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા હતા અને કતોપોર બજાર તરફ ખરીદી કરવા ગયેલા લોકો પણ અટવાઈ જવા પામ્યા હતા.
ભરૂચમાં મેઘરાજાની તોફાની બેટિંગ બે કલાક વરસ્યા બાદ અનેક જગ્યા એ જળ બંબાકાળ
Advertisement