Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ પોલીસ મથકમાં મોહરમ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

Share

આગામી શનિવારના રોજ મુસ્લિમ સંપ્રદાયના પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકમાં પોલીસ ભરૂચ નાયબ પોલીસની અધ્યક્ષતામાં તાજિયા કમિટીના આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં આગામી મુસ્લિમ સંપ્રદાયનું પવિત્ર મોહરમ પર્વ શાંતિ અને ભાઇચારાના માહોલમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. પર્વ દરમિયાન કોઈપણ જાતની અફવાઓ પર ધ્યાન કેન્દ્રિત ન કરવા તેમજ જરૂર પડે પોલીસનો સંપર્ક કરવા કરવા વિશેષ અપીલ કરી હતી.

ભરૂચ નાયબ પોલીસે પવિત્ર મોહરમ પર્વ કોમી એકતાની ભાવના સાથે તથા સોહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી. તાજિયા કમિટીના આયોજકો દ્વારા આગામી પવિત્ર મોહરમ પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા માટે ભરૂચ નાયબ પોલીસને સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શબ્બીર ખાન પઠાણ, મહેબુબ સંધિ સહિત તાજિયા કમિટીના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજયમાં સરકાર સર્જિત જળસંકટ હોવાનુ એહમદ પટેલનુ ટિવટ.

ProudOfGujarat

કોરોનાની બીજી લહેરમાં લોકોને મદદરૂપ થવા બારડોલીનાં સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા શરૂ કરાયેલા કંટ્રોલરૂમને બહોળો પ્રતિસાદ.

ProudOfGujarat

અંક્લેશ્વર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂટણી ૮ જુને યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!