મેરી મીટ્ટી મેરા દેશ થીમ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતી નિમિત્તે મુખ્ય સચિવ રાજકુમાર અધ્યક્ષપદે વર્ચયુઅલ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મુખ્ય સચિવ એ આઝાદીના ૭૫ વર્ષની આખા વર્ષ ભવ્ય ઉજવણી કરીને આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર વિરોને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી અર્પણ કરી છે.તેમણે વધુમાં ઉમેરતાં જણાવ્યું હતું કે,આ વર્ષની ઉજવણીના અંત તરફ જતા પૂર્ણાહુતી પ્રસંગે મેરી મીટ્ટી મેરા દેશ થીમ અંતર્ગત સમગ્ર ભારતમાં અનેક કાર્યક્રમો થવા જઈ રહ્યા છે.તે મુજબ રાજ્યમાં પણ પૂર્ણાહુતીની ભવ્ય ઉજવણી કરવા અમલીકરણ અધિકારીઓને આહ્વાહન કર્યું છે.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષીએ પણ ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓને સ્થાનિક કક્ષાએ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ગ્રામ પંચાયત કક્ષાએ શીલાફલકમ એટલે કે, ગામમાં કોઈ શહિદ કે વિર સપૂતની શીલા બનાવીને ગામના અગ્રણી કે ગામના સચપંચ દ્વારા અનાવરણ કરવા પણ જણાવ્યું હતું.
આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારીએ વન વિભાગના તરફથી ૭૫ છોડાવાઓ ગામના તલાટીને આપી સંકલન રહી વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવા પણ જણાવ્યું હતું. ગ્રામ્ય કક્ષાએ થતાં કાર્યક્રમ સુપેરે પાર પડે તે માટે શાળાના આચાર્યની સઘળી જવાબદારી રહેશે તેમ પણ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું. આ બેઠકમાં પોલિસ અધિક્ષક ડૉ. લીના પાટીલ, નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ તથા જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.