Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં પ્રેમીને શોધતી સગીર પ્રેમિકાને ભેટો કરાવવાના બહાને લઈ જઈ આચરાયેલા દુષ્કર્મમાં બે પરપ્રાંતીય સફાઈ કામદારોને પોલીસે ગણતરીના કલાકોમાં લોકઅપ ભેગા કર્યા

Share

ભરૂચમાં તંત્ર અને કામે રાખતા કોન્ટ્રાક્ટરો માટે પણ કડક શીખ લેવા જેવો ગંભીર ગુનાનો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચના એક વિસ્તારમાં 15 વર્ષ અને 6 મહિનાની સગીરા શનિવારે સાંજે તેના પ્રેમીને શોધી રહી હતી. ત્યારે જ તેના પર ખબર નજર રાખી રહેલા મૂળ મધ્યપ્રદેશના જાંબુવાના અનિલ ભુરિયા અને વિજય વસુનિયા તેની પાસે આવ્યા હતા. અમે તારા પ્રેમીને ઓળખીએ છીએ. ચાલ તને તેની પાસે લઈ જઈએ કહી બન્ને તેને એક વિસ્તારમાં લઈ ગયા હતા. એક કાચા ઝૂંપડામાં પ્રેમીને શોધતી સગીરાને બન્ને હવસખોર લઈ જઈ એકે તેનું મોઢું દબાવ્યું હતું. જ્યારે બીજાએ દુષ્કર્મ આચર્યું હતું.

સગીરાના મોઢા પરથી એક હવસખોરનો હાથ હટતાં જ તેને બુમરાણ મચાવતા ગભરાયેલા બંને આરોપી નાસી છૂટ્યા હતા. સગીરા પણ બહાર આવી જતા સ્થાનિકો ભેગા થઈ ગયા હોય બંનેની ચુંગાલમાંથી છટકી ગઈ હતી. ઘટનાની બીજી તરફ વાત હતી સગીરાના ગામની જ્યાં તેના પ્રેમી વિશે ગામમાં અને પરિવારજનોને જાણ થઈ ગઈ હતી. ચાર દિવસ પહેલા આ ખબર પડી જતા પ્રેમી ગામ છોડી જતો રહ્યો હતો. પ્રેમીને શોધતી શોધતી સગીરા ભરૂચ આવી પહોંચી હતી. જ્યાં તે હાલ શહેરમાં સફાઈ કામ કરતા હવસખોરોના બદઈરાદાનો ભોગ બની હતી. શનિવારે રાતે જ સગીરાના પિતાએ પુત્રી સાથે દુષ્કર્મની ફરિયાદ સી ડિવિઝન પોલીસ મથકે કરાવતા પોલીસ આ ગંભીર અને સંવેદનશીલ ગુનાને લઈ કવિક એક્શનમાં આવી હતી. ગણતરીના કલાકમાં બંને આરોપીને પકડી લેવાયા હતા. જે અંગે ભરૂચ SP ઓફિસે DYSP એસ.કે.પટેલે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

વડોદરા : માકણ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુરત : મોબાઈલ સ્નેચરના આતંકથી સુરતના લોકો પરેશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!