Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાઇવે પર ટ્રાફિકજામ – ભરૂચથી સુરત જતા માર્ગ પર અનેક વાહનો અટવાયા, વરસાદમાં હાઇવેની સ્થિતિ ખરાબ થતા મુશ્કેલી ઉભી થઈ

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે વરસાદને પગલે ધોવાતા ભરૂચથી ખરોડ ચોકડી સુધી એક તરફ ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને પગલે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ભરૂચથી સુરત તરફનો હાઈવે 15 થી વધુ કિલોમીટર સુધી જામ થયો હતો.

ચોમાસું શરૂ થતા જ વિવિધ માર્ગોનું ધોવાણ થવાને પગલે રોડ બિસ્માર બની જાય છે, જેને પગલે વાહન ચાલકોએ હાલાકી વેઠવો પડી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ ખાબકતા જ ભરૂચ જિલ્લામાંથી પસાર થતો હાઈવે બ્રીજ ઉપર ખાડો પડવાનું શરુ થઇ ગયું છે. તો બીજી તરફ ખરોડ ચોકડી ઉપર બની રહેલા ઓવર બ્રિજનો સર્વિસ રોડ વરસાદને કારણે ધોવાતા મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય વધતા વાહન ચાલકોને ખુબ મુશ્કેલી ભોગવવી પડી રહી છે.

ગતરોજ મોડી રાતથી અંકલેશ્વરની ખરોડ ચોકડી પર ખાડાઓને પગલે ભરૂચથી ખરોડ સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો, જેના પગલે ભરૂચથી સુરત તરફના ટ્રેક ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વાહન ચાલકો 15 કિલોમીટર સુધીના ટ્રાફિકજામમાં ફસાયા હતા. જેથી હેરાન પરેશાન બન્યા હતા. હાઇવે ઉપર ખાડાઓનું સામ્રાજ્ય વધતા જ એક વાર ફરી ટ્રાફિકે હાઇવેને બાનમાં લીધો હતો

Advertisement

Share

Related posts

શ્રવણ ચોકડી વિસ્તારમાં ઘાસ ભરેલ ટ્રેક્ટર પલટી ખાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય

ProudOfGujarat

ભરૂચ કલેક્‍ટર કચેરી ખાતે મહિલાઓના ગ્રોથ માટે પેનલ ડીસ્‍કશનનું આયોજન કરાયું

ProudOfGujarat

સુરતમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે 3 વર્ષના બાળકને કોરોના વિના જ થયો મ્યુકરમાઇકોસિસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!