ભરૂચ જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જિલ્લામાં ખાસ કરી નેશનલ હાઇવે અને રાજ્ય ધોરીમાર્ગ પર છાશવારે અકસ્માત સર્જાતા હોવાનું સામે આવી રહ્યું છે, રોજ મ રોજ અકસ્માતની ઘટનાઓમાં કેટલાક લોકો મોતને ભેટી રહ્યા છે તો કેટલાક લોકો ઈજાગ્રસ્ત બની સારવાર લેવા મજબુર બની રહ્યા છે, તેવામાં વધુ એક અકસ્માતની ઘટના ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકમાંથી સામે આવી છે.
હાંસોટ તાલુકાના ઉતરાજ ગામ પાસે સરકારી એસ ટી બસ અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અંકલેશ્વર ધમરોડ વચ્ચે દોડતી એસ.ટી બસ સાથે ફોરવ્હીલ કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને 108 એમ્બ્યુલસ મારફતે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો, ઘટના અંગેની જાણ હાંસોટ પોલીસ મથકે થતા પોલીસે સ્થળ ઉપર દોડી જઈ અકસ્માત ગ્રસ્ત વાહનોને રસ્તા વચ્ચેથી હટાવી સમગ્ર મામલે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી વધુ તપાસ હાથધરી છે.