Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજમાં અગ્નિ તાંડવ : રોહા ડાયકેમ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ, ભારે જહેમત બાદ મેળવાયો આગ પર કાબુ

Share

દહેજની ઇન્ડસ્ટ્રીયલ કલર અને ફૂડ ઇન્ગ્રેડીઇન્ટ્સ બનાવતી મલ્ટીનેશનલ રોહા ડાયકેમ કંપનીમાં રવિવારે બપોરે અચાનક ધડાકાભેર ભભૂકેલી આગે વસાહતને હચમચાવી દીધી હતી.રોહા ડાયકેમ 35000 સ્કવેર મીટરમાં ફૂડ અને ઇન્ડસ્ટ્રીયલ કલર, પીગમેન્ટ્સ, ડાઈઝ તેમજ ફેથલોસાઈનીનનું ઉત્પાદન કરે છે. યુરોપ, ઓસ્ટ્રેલિયા સહિત 10 દેશોમાં ઓળંત5 ધરાવતી કંપનીના દહેજ પ્લાન્ટમાં બપોરે આકસ્મિક ધડાકા સાથે વિકરાળ આગ ફાટી નીકળી હતી.

ઘટના સાથે જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ બહાર દોડી આવતા તેમનો બચાવ થયો હતો. ફાયરનો કોલ મળતા જ ભરૂચ અને દહેજની અન્ય કંપનીના 4 થી 6 ફાયર ફાઈટરો ઘટના સ્થળે રવાના થયા હતા. દહેજ મરીન પોલીસ, સેફટી એન્ડ હેલ્થ વિભાગ, ફેકટરી ઇન્સ્પેકટર તેમજ જીપીસીબી પણ સ્થળ પર દોડી ગયું હતું. વિકરાળ આગના કાળા ધુમાડાએ દહેજ વસાહત અને આસપાસના વિસ્તારોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. હાલ તો ફાયર ફાઈટરોએ આગ બુઝાવવા પ્રયત્નો હાથ ધર્યા છે જે બાદ જ ઘટનાનું કારણ બહાર આવી શકશે તેમ પ્રાથમિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

Advertisement

Share

Related posts

વાંકલ : માંગરોલ તાલુકાની 53 ગ્રામપંચાયત માટે 121 મતદાન બુથ પર સ્ટાફ રવાના.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આજરોજ સવારે બે અલગ અલગ ચેન તોડવાની ધટના બની.

ProudOfGujarat

ઉમરપાડા કેવડી ગામનાં વેપારીને ત્યાંથી શંકાસ્પદ અખાદ્ય ગોળનો જથ્થો પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!