Proud of Gujarat
FeaturedGujaratINDIA

હજયાત્રાએ ગયેલા ટંકારીયાના તબીબે મક્કા શરીફમાં બીમાર દર્દીઓને નિ:શુલ્ક સારવાર પ્રદાન કરી.

Share

ભરૂચના ટંકારીયા ગામના વતની અને પાલેજ નગરમાં દવાખાનું ચલાવતા ડૉકટર મોહસીન રખડા સાહેબ હાલ પવિત્ર મક્કા – મદીના શરીફની હજયાત્રાએ ગયેલા છે. તેઓએ હજયાત્રા સાથે સાથે માનવતાની જ્યોત પણ પ્રજવલ્લિત કરી છે. મક્કા શરીફની પવિત્ર હજયાત્રાએ આવેલા હજયાત્રીઓ કે જેઓ મોટી વયના કારણે અથવા અન્ય કોઈ કારણોસર બિમાર પડ્યા હોઇ તેઓની ડૉ. મોહસીન રખડા સાહેબ દ્વારા નિ:શુલ્ક સારવાર પ્રદાન કરી સેવાની સરવાણી વહાવી હતી.

ડૉ. મોહસીન રખડા સાહેબે નિસ્વાર્થ અને નેક આશયથી બિમાર પડી ગયેલા હજયાત્રીઓને સારવાર પ્રદાન કરો અન્યો માટે પ્રેરણાદાયી પુરવાર થયા છે. ડૉ. મોહસીન રખડા સાહેબની નિ:સ્વાર્થ સેવાની ચોમેરથી પ્રશંસાઓ સાંભળવા મળી રહી છે. નિ:સ્વાર્થ તબીબી સેવાઓ પ્રદાન કરનાર ડૉ. મોહસીન રખડા સાહેબ માટે હજયાત્રીઓએ પણ તેઓના દીર્ઘાયુ માટે દુઆઓ આપી હતી.

Advertisement

Share

Related posts

એક સગીરવયનો અને બીજા બે આરોપીઓ દ્વારા વોટસએપ વિડીયો કોલ વગેરે દ્વારા સગીરવયની છોકરીને થતી હેરાનગતિની દુઃખદ કહાની એટલે સુધી કે ચહેરો એસિડ નાખી વિકૃત કરવાની ધમકી આપી…

ProudOfGujarat

ઝધડીયા : સારસા ગામમાં થયેલી મોટર સાઇકલની ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

ડેડીયાપાડા બાર એસોસિયનની ચૂંટણીમાં પ્રમુખ પદે એડવોકેટ રતનસિંહ એમ.વસાવા બિનહરીફ જાહેર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!