ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે આઈ સી ડી એસ મહિલા અને બાળ વિકાસ, ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાનો શ્રી અન્ન (મિલેટ્સ) વાનગી હરીફાઈનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલની અધ્યક્ષપદે યોજાયો.
આ કાર્યક્રમમાં અધ્યક્ષપદેથી અલ્પા બેન પટેલ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ નિમિત્તે પરંપરાગત શ્રી ધાન્ય(મીલેટ્સ) ના મહત્વને ઉજાગર કરવા માટેનો આ કાર્યક્રમ છે. વધુમાં શ્રી ધાન્યનો રોજિંદા આહારમાં ઉપયોગ કરવા પણ ઉપસ્થિત લોકોને આહવાહ્નન કર્યું હતું.
આ ઉપરાંત પ્રમુખ એ આ વેળાએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે પ્રકારે આપણા પરંપરાગત શ્રી ધાન્યને મહત્વને વિશ્વના મંચ પર ઉજાગર કર્યુ છે તે પ્રમાણે સ્થાનિક કક્ષાએ પણ આ પ્રકારનું કાર્યક્રમ યોજાય તે પણ સ્થાનિક કક્ષાએ શ્રી ધાન્ય અંગે જાગૃત્તિ લાવવા સ્તુત્ય પ્રયાસ થઈ રહ્યા છે.
વધુમાં આ સ્પર્ધાઓ સમગ્ર રાજ્ય કક્ષાના એ પ્રસરે તેવું નેમ વ્યક્ત કરી હતી. પ્રમુખ એ આ પ્રકારની સ્પર્ધાઓનો પ્રચાર-પ્રસારમાં સોશિયલ મીડિયાનો હકારાત્મક ઉપયોગ કરવાની પણ હિમાયત કરી હતી. આ પ્રસંગે મહિલા બાળવિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ જિલ્લા પંચાયત અધ્યક્ષ વર્ષાબેન દેશમુખ તથા જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષીએ પણ પાસંગિક પ્રવચન આપ્યું હતું.
આ વેળા હરિફાઈમાં પ્રથમ દ્રિતિય તથા તૃતિય ક્રમાંક હાંસલ કરનાર આંગણવાડી બહેનોને ઉપસ્થિત મહાનુભાવોના હૃસ્તે પ્રમાણપત્ર તથા ટ્રોફિ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન આઈ સી ડી એસ સી ડી પીઓ રીદ્ધીબા ઝાલાએ કરી હતી તથા વાગરાના ઈન્ચાર્જ સી ડી પી ઓ રંજનબહેને કરી હતી. આ વેળાએ આરોગ્ય અધિકારી જે એસ દુલેરા, શિક્ષણ વિભાગના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં જિલ્લાની અંગાણવાડીઓની બહેનો ઉપસ્થિત રહી હતી.