ભરૂચ શહેરમાં મહોરમના પવિત્ર પર્વ નિમિત્તે શહેરના મુખ્ય રસ્તા પર પેચવર્ક કામ તથા સાફ-સફાઈ કરાવવા વોર્ડ નંબર 10 ના સભ્યએ નગરપાલિકાના પ્રમુખ સમક્ષ લેખિત રજૂઆત કરી છે.
આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર તારીખ 28/7/2023 તથા તારીખ 29 /7 /2023 ના રોજ મહોરમનો પવિત્ર તહેવાર હોય ભરૂચ શહેરમાં ઠેર ઠેર માર્ગો બિસ્માર હાલતમાં છે, તો તાજીયા જુલુસને લઈને ભરૂચના રાજમાર્ગો પીરકાઠી રોડ, ભઠીયાર વાડ, કુરજા ચાર રસ્તા, ઘાસ મંડાઇ, કતોપોર દરવાજા, બાવડી, કંસારવાડ, સોનેરી મહેલ, ચુનારવાડ, બહારની ઊંડાઈ, ફાટાતળાવ, જુમ્મા મસ્જિદ સહિતના વિસ્તારોમાં પેચવર્ક કામગીરી કરી તેમજ સાફ સફાઈ- સ્ટ્રીટ લાઈટ સહિતની વ્યવસ્થા કરવા બાબતે વોર્ડ નંબર ૧૦ ના કોંગ્રેસ પક્ષના નગરપાલિકા સભ્ય તેહજીબ બેન તેમજ આગેવાનો સોયેબ સુજનીવાલા, વસીમ પઠાણ, રાજા શેખ દ્વારા નગરપાલિકાને લેખિત પત્ર દ્વારા રજૂઆત કરાઇ છે.