ભરૂચ-વાગરા સીઅાઇઅેસઅેફના કોન્સ્ટેબલ પાસે મોબાઇલ પર ફોન કરી તેમના અેટીઅેમ કાર્ડની વિગતો મેળવી ગઠિયાઅે તેમના અેકાઉન્ટમાંથી 45 હજારની ઉચાપત કરી હતી. બનાવ સંદર્ભે વાગરા પોલીસે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાગરા તાલુકામાં અાવેલી સીઅાઇઅેસઅેફ કોલોની ખાતે રહેતાં અને સીઅાઇઅેસઅેફ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં મહેશ કાલુરામ મીનાનું ડીશ ટીવીનું રિચાર્જ પુર્ણ થતાં તેમણે ભીમ અેપ્લિકેશનથી તેમનું રિચાર્જ કરાવ્યું હતું પણ રિચાર્જ થયું ન હતું અને તેમના અેકાઉન્ટમાંથી રૂપિયા કપાઇ ગયાં હતાં.
જેના પગલે તેમણે અેપ્લિકેશનના કસ્ટમર કેર નંબર પર રજૂઅાત કરી હતી. દરમિયાન તેમના ફોન કર અવિનાશ સિંગ નામના શખ્સે ફોન કરી તેમની ફરિયાદ અંગેની વાતચીત કરી વાતોમાં ભોળવી તેમના અેટીઅેમનો 16 અાંકડાનો નંબર તેમજ અોટીપી સહિતની વિગતો મેળવી લીધાં બાદ તેમના અેકાઉન્ટમાંથી પંજાબ નેશનલ બેંકના અજય તેમજ અખીલ નામના બે શખ્સોના ખાતામાં અેરટેલ મની વોલેટ અને અાઇડીયા મની વોલેટમાં રૂપિયા 45 હજાર ટ્રાન્સફર કરી લીધાં હતાં.
ઘટના અંગે તેમણે વાગરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.